નવી દિલ્હી: કહેવામાં આવે છે કે એક લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક સામાન્ય માણસ જેટલી જ મહેનત કરે છે અને મગજ દોડાવે છે, તેનાથી બમણી મહેનત એક ચોર પોતાની ચાલને સફળ બનાવવા માટે કરે છે. ચોર કેટલી પણ અનોખી રીતે ઘર અને દુકાનના તાળા તોડી દે છે અને સામાન લઇને ફરાર થઇ જાય છે કે કોઇ સમજી શકતું નથી. આ દરમિયાન એક ચોરનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે કેવી રીતે એક શાતિ ચોર તાળુ તોડ્યા વિના દુકાનમાં ઘૂસે છે પરંતુ થોડીવાર પછી બધો સામાન લઇને ફરાર થાય છે. સીસીટીવીમાં કેદ થયેલા આ વીડિયોમાં તમે જોઇ શકો છો કો પહેલાં એક વ્યક્તિ દુકાનની આગળ થોડીવાર બેસે છે પછી ત્યાં જ કોઇ બેઘરની માફક સૂઇ જાય છે અને ઉંઘવાનો દેખાડો કરે છે. આ દરમિયાન સામાન્ય દુકાનનું શટર ઉંચું કરવાનો પ્રયત્ન કરે છે અને સફળ પણ થઇ જાય છે. શટર ઉઠાવ્યા બાદ ચોર આરામથી દુકાનમાં ઘૂસી જાય છે અને સામાન ચોરી કરીને નિકળી જાય છે. 



સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો ચીનનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિશે ચીનની પોલીસનું કહેવું છે કે આ આખો ઘટનાક્રમ 13મે નો છે. રાત્રે અંધારા અને આસપાસ કોઇ ન હોવાના લીધે ફાયદો ઉઠવીને એક વ્યક્તિ જ્વેલરી શોપમાં ઘૂસી ગયો અને ઘૂસતાં જ એલાર્મ બંધ કરી દીધું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચોરની પાસે એક પ્લાસ્ટિક બેગ હતી, જેમાં તેણે દુકાનમાંથી બ્રેસલેટ, નેકલેસ, ઇયરિંગ્સ, ડાયમંડની વીંટીને ભરી લીધી. રિપોર્ટ્સ અનુસાર દુકાનમાંથી લગભગ 53 હજાર ડોલરનો સામાન ચોરી થયો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કેસની તપાસ કરી રહી છે અને ચોરને પકડવાનો પ્રયત્ન કરી રહી છે.