મુંબઇ: શ્રી હરિ સત્સંગ સમિતિના સંસ્થાપક તેમજ વરિષ્ઠ સમાજસેવી સ્વરૂપચંદ ગોયલનું સોમવારે નિધન થયું છે. મુંબઇના વસુંધરા એપાર્ટમેન્ટથી તેમની અંતિમ યાત્રા નિકાળવામાં આવી અને બાલગંગામાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. શ્રી ગોયલ મુંબઇમાં ગિરગાંવ ચોપાટી પર ભવ્ય રામલીલા અને હિંદી કવિ સંમેલનના આયોજન માટે પણ જાણીતા હતા. તેમણે વનવાસીઓ માટે શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ કામ કર્યું છે. તેમની સાથે ઘણા વર્ષોથી જોડાયેલા તેમના સહયોગીઓનું માનવું છે કે, એક યુગનો અંત આવ્યો છે. સ્વરૂપચંદ ગોયલ સખત મહેનતી વ્યક્તિ હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- Live: કર્ણાટકમાં કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક, બાગી MLA પર સ્પીકર લેશે નિર્ણય


89 વર્ષની ઉંમર સુધી તેમણે અવિરત કામ કર્યું. આગામી 18 ઓગસ્ટે તેમનો જન્મ દિવસ હતો. અમે તેની ભવ્ય ઉજવણી કરાવાની તૈયારી કરી રહ્યાં હતા. તેમની અંતિમ યાત્રા દરમિયાન ભાજપના નેતા રાજના પુરોહિત, અતુલ શાહ, મંગલ પ્રભાત લોઢા પણ હાજર રહ્યાં હતા. ગોયલના નિધન પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ રામ નાયકે શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, પરોપકારી કાર્ય અત્યંત નિષ્ઠાથી કરનાર અને વનવાસીઓની ઉન્નતિ માટે હમેશાં લડનારા વરિષ્ઠ સમાજસેવી ગોયલના નિધનથી એક સંપન્ન વ્યક્તિત્વ જતુ રહ્યું છે.


વધુમાં વાંચો:- એન્ટી ટેન્ક મિસાઇલ નાગે દેખાડી શક્તિ, દુશ્મનો પર હુમલો કરવા તૈયાર


મુખ્યમંત્રીએ કહ્યું કે, અખિલ ભારતીય વનબંધૂ પરિષદના સર્વેસર્વા ગોયલે વનવાસી ક્ષેત્રમાં તેમના સામાજિક કાર્યના માધ્યમથી સમાજસેવાનું નાવું માપદંડ સ્થાપિત કર્યું હતું. વનવાસી ક્ષેત્રના સંસ્કાર કેન્દ્ર, એક શાળા, સ્વાસ્થ્ય કેન્દ્ર, સામાજિક કેન્દ્રની સ્થાપના અને વિસ્તારનો મોટો શ્રેય તેમને જાય છે. ગોયલ વનવાસીઓની ઉન્નતિ માટે જીવન ભર લડતા રહ્યાં. મુખ્યમંત્રીએ કહ્યું કે, મુંબઇમાં ચોપાટી પર આદર્શ રામલીલા સમિતિના માધ્યમથી રામલીલા અને રાષ્ટ્રિય કવિ સંમેલનનું આયોજન તેમની ઓળખ હતી. હરિ સત્સંગ સમિસિના માધ્યમથી દેશભરમાં ધાર્મિક કથાઓનું આયોજન કર્યું. લગભગ પાંચ દાયકાથી વધારે સમય સુધી સમાજસેવા કરી તેમણે એક આદર્શ નિર્માણ કર્યું છે.


વધુમાં વાંચો:- બજેટ બાદ પહેલી વખત ઘટયા પેટ્રોલના ભાવ, જાણો આજના મહાનગરોના ભાવ


ત્યારે રાજ્યપાલ નાયકે પણ તેમના વરિષ્ઠ સહયોગી તેમજ સમાજસેવી ગોયલના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. નાયકે કહ્યું કે, હું ગોયલજીને જનસંઘના સમયથી ઓળખું છું. મેં વર્ષ 1969માં ભારતીય જનસંઘનું સંપૂર્ણ સમય કામ કરવા શરૂ કર્યું ત્યારે ગોયલ મુંબઇ જનસંઘના ખજાનચી હતા. ગોયલે સમગ્ર દેશમાં વનવાસીઓ માટે એક શાળા ચલાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. મુંબઇની ચોપીટમાં રામલીલા અને હિંદી કવિ સંમેલનના આયોજનથી તેમની અલગ ઓળખ ઉભી થઇ હતી. નાયકે કહ્યું કે, ગોયલ મારા વ્યક્તિગત મિત્ર હતા. તેમનો અભાવ હંમેશા મને અસર કરશે.


જુઓ Live TV:- 


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...