બજેટ બાદ પહેલી વખત ઘટયા પેટ્રોલના ભાવ, જાણો આજના મહાનગરોના ભાવ

બજેટ રજૂ થયા બાદ પહેલી વખત પેટ્રોલ 6 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું છે. આજે સતત બીજા દિવસે ડિઝલના ભાવમાં ઘટાડો આવ્યો છે. મંગળવારે ડિઝલ 10 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ છે. સોમવારે પણ 10 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો.

Updated By: Jul 9, 2019, 10:14 AM IST
બજેટ બાદ પહેલી વખત ઘટયા પેટ્રોલના ભાવ, જાણો આજના મહાનગરોના ભાવ

નવી દિલ્હી: બજેટ રજૂ થયા બાદ પહેલી વખત પેટ્રોલ 6 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયું છે. આજે સતત બીજા દિવસે ડિઝલના ભાવમાં ઘટાડો આવ્યો છે. મંગળવારે ડિઝલ 10 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ છે. સોમવારે પણ 10 પૈસાનો ઘટાડો જોવા મળ્યો હતો. પાંચ જૂલાઇએ રજૂ થયેલા બજેટમાં પેટ્રોલ અને ડિઝલ પર એક્સાઇઝ ડ્યૂટી વધારવામાં આવી હતી. ત્યારબાદ 7 જુલાઇના પ્રેટ્રોલ 2.45 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 2.36 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થયું હતું.

વધુમાં વાંચો:- વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટના રેન્ક જાહેર, જાણો ભારતનો ક્રમ કયો છે?

દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.90 રૂપિયા અને ડીઝલની કિંમત 66.49 રૂપિયા છે. મુંબઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 78.52 રૂપિયા અને ડીઝલની કિંમત 69.69 રૂપિયા છે. કોલકાતામાં એક લિટર પેટ્રોલની કિંમત 75.12 રૂપિયા અને ડીઝલની કિંમત 68.48 રૂપિયા છે. ચેન્નાઇમાં એક લિટર પેટ્રોલની કિંમત 75.70 રૂપિયા અને ડીઝલની કિંમત 70.23 રૂપિયા છે. નોઇડામાં એક લિટર પેટ્રોલની કિંમત 72.23 રૂપિયા અને ડીઝલની કિંમત 65.55 રૂપિયા છે અને ગુરૂગ્રામમાં એક લિટર પેટ્રોલની કિંમત 72.75 રૂપિયા અને ડીઝલની કિંમત 66.64 રૂપિયા છે.

જુઓ Live TV:- 

બિઝનેસના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...