સોલન દુર્ઘટના: સેનાના 13 જવાનો સહિત 14 લોકોના મોત, મુખ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ
હિમાચલ પ્રદેશના સોલનમના કુમારહટ્ટીમાં રવિવારે સાંજે 4 કલાકે થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. રાહત અને બચાવ દળે સોમવારે કાટમાળમાં દબાયેલા 3 વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે. જેના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. કુમારહટ્ટીમાં બિલ્ડિંગ તૂટી પડતા લગભગ 40થી વધુ લોકો તેની ચપેટમાં આવી ગયા હતાં. દુર્ઘટનામાં જે 14 લોકો માર્યા ગયા તેમાં સેનાના 13 જવાનો અને એક નાગરિક સામેલ છે. રેસ્ક્યુ ઓપરેશનમાં રવિવારે સાંજ સુધીમાં સાત લોકોના મૃતદેહો મળી આવ્યાં હતાં. પરંતુ હવે આંકડો 14 પર પહોંચી ગયો છે. મૃત્યુંઆક વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના સોલનમના કુમારહટ્ટીમાં રવિવારે સાંજે 4 કલાકે થયેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક 14 પર પહોંચી ગયો છે. રાહત અને બચાવ દળે સોમવારે કાટમાળમાં દબાયેલા 3 વધુ મૃતદેહો બહાર કાઢ્યા છે. જેના કારણે મૃત્યુઆંક વધી રહ્યો છે. કુમારહટ્ટીમાં બિલ્ડિંગ તૂટી પડતા લગભગ 40થી વધુ લોકો તેની ચપેટમાં આવી ગયા હતાં. દુર્ઘટનામાં જે 14 લોકો માર્યા ગયા તેમાં સેનાના 13 જવાનો અને એક નાગરિક સામેલ છે. રેસ્ક્યુ ઓપરેશનમાં રવિવારે સાંજ સુધીમાં સાત લોકોના મૃતદેહો મળી આવ્યાં હતાં. પરંતુ હવે આંકડો 14 પર પહોંચી ગયો છે. મૃત્યુંઆક વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...