નવી દિલ્હી: આજે એક ઐતિહાસિક દિવસ છે. લગભગ 500 વર્ષ બાદ એક અદભૂત સૂર્યગ્રહણ (Solar Eclipse) દેખાઇ રહ્યું છે. સવારે બે 10: 20 મિનિટથી સૂર્યગ્રહણ શરૂ થયું જે લગભગ 6 કલાક ચાલ્યું. દિવસે અંધારું છવાઇ જશે. આ ગ્રહણ સવારે 9:15 મિનિટે શરૂ થઇ થયું હતું પરંતુ ભારતમાં 10 વાગે જોવા મળ્યું હતું. ગ્રહણ લાગ્યા બાદ સૂરજ ચાંદ પાછળ સંતાઇ ગયો હતો. ગ્રહણ શરૂ થતાં સૂરજ ચંદ્ર પાછળ સંતાઇ ગયો. આ સૂર્યગ્રહણ થોડાવાર સુધી આંશિક અને થોડા સમય માટે પૂર્ણ લાગશે. જેને ભારતમાં દિલ્હી, મુંબઇ, ચેન્નઇ અને કાનપુર સહિતના શહેરોમાં જોવા મળ્યું. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશના કેટલાક ભાગમાં વલયકાર સૂર્યગ્રહણ (Solar Eclipse) જોવા મળ્યું. તેમાં સૂર્ય અગ્નિ વલયની માફક જોવા મળ્યો.પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયે કહ્યું કે ગ્રહણનું આંશિક રૂપ સવારે 9.16 વાગે શરૂ થશે. વલયાકાર રૂપથી સવારે 10.19 વાગ્યાથી શરૂ થશે જે બપોરે 2.02 વાગે પુરૂ થશે. ગ્રહણનું આંશિક રૂપ બપોરે 3.04  વાગે ખતમ થશે. એસ્ટ્રોનોમિકલ સોસાયટી ઓફ ઇન્ડીયાએ કહ્યું કે બપોરે લગભગ ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સૂર્ય ગ્રહણનો એક સુંદર વલયાકાર રૂપ (વીંટીનો આકાર) જોવા મળશે કારણ કે ચંદ્રમા સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકશે નહી. 



રાષ્ટ્રીય રાજધાનીમાં આ ખગોળીય ઘટના જોવાની ઇચ્છા ધરાવનાર લોકોને આકાશમાં છવાયેલા વાદળોએ નિરાશ કર્યા. સવારે લયાકાર ગ્રહણનું વલયાકાર રૂપ દેશના ઉત્તર ભારતના રાજસ્થાન, હરિયાણા અને ઉત્તરાખંડના કેટલાક ભાગો સામેલ છે. આ સાંકળા વલયકાર માર્ગમાં આવનાર મુખ્યસ્થળોમાં જેમાં દેહરાદૂન કુરૂક્ષેત્ર, ચમોલી, જોશીમઠ, સિરસા, સૂરતગઢ સામેલ છે. દેશના બાકી ભાગોમાંમાંથી આ આંશિક સૂર્ય ગ્રહણના રૂપમાં જોવા મળશે. આ કાંગો, સૂદાન, ઇથિયોપિયા, યમન, સાઉદી અરબ, ઓમાન, પાકિસ્તાન અને ચીન છે. 


દિલ્હીમાં નહેરૂ તારામંડળના નિર્દેશક એન રત્નાશ્રીએ કહ્યું કે આગામી વલયકાર ગ્રહણ ડિસેમ્બર 2020માં પડશે, જે દક્ષિણ અમેરિકાથી જોઇ શકાશે. 2022માં એક વલયાકાર ગ્રહણ હશે. પરંતુ તે કદાચ જ ભારતથી જોવા મળશે. 



સૂર્ય ગ્રહણ અમાવસના દિવસો સર્જાય છે, જ્યારે ચંદ્વમા, પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે અને જ્યારે ત્રણેય ખગોળીય પિંડ એક રેખામાં હોય છે. વલયાકાર સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્રમાનો કોણીય વ્યાસ સૂર્યથી ઓછો થાય છે, જેથી ચંદ્રમા સૂર્યને સંપૂર્ણ રીતે ઢાંકી શકે છે. તેના પરિણામસ્વરૂપ, ચંદ્રમાના ચારેય તરફ સૂર્યનો બહારી ભાગ જોવા મળે છે, જે એક વીંટીનો આકાર લઇ લે છે. આ અગ્નિ-વલયની માફક દેખાય છે. 



દિલ્હીમાં લગભગ 94 ટકા, ગુવાહાટીમાં 80 ટકા, પટનામા6 78 ટકા, સિલચરમાં 75 ટકા, કલકત્તામાં 66 ટકા, મુંબઇમાં 62 ટકા, બેંગલોરમાં 37 ટકા, ચેન્નઇમાં 34 ટકા, પોર્ટ બ્લેયરમાં 28 ટકા ગ્રહણ જોવા મળશે. મુંબઇના નહેરૂ તારામંડળના નિર્દેશક અરવિંદ પરાંજપેએ કહ્યું કે 'દિલ્હી જેવા સ્થળો પર દિવસે 11 થી 11:30 સુધી પાંચ-સાત મિનિટ અંધારું રહેશે. 



સૂર્ય ગ્રહણને સુરક્ષાત્મક ઉપકરણના માધ્યમથી જોવું સુરક્ષિત રહે ચે. ઘણા સંગઠનોને ગ્રહણ પર વ્યાખ્યાન આયોજિત કર્યા છે. દિલ્હી સ્થિત નહેરૂ તારામંડળ ગ્રહણ પર પરિચર્ચાનું આયોજન કરીને તેનું વેબકાસ્ટિંગ પણ કરશે.