LIVE Solar Eclipse 2022: આજે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ સર્જાશે. આ સૂર્ય ગ્રહણ આંશિક સૂર્ય ગ્રહણ હશે. હિંદુ પંચાગ અનુસાર આ ગ્રહણ વૈશાખ અમાસ્યાની તિથિ પર મેષ રાશિ અને ભરણી નક્ષણમાં સજાર્શે. આ સૂર્ય ગ્રહણ આશિક હોવાથી ભારતમાં દેખાશે નહી એવામાં ભારતમાં તેનો સૂતકકાળ માન્ય નહી હોય. સૂતકકાળ માન્ય ન હોવાથી કોઇપણ ધાર્મિક કાર્યોમાં અડચળો આવશે નહી. ભારતીય સમયાનુસાર આજે સૂર્ય ગ્રહણ મધ્યરાત્રિ 12:15 વાગે શરૂ થશે જે સવારે 4:07 સુધી રહેશે. આજે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકાના ભાગોમાં, પ્રશાંત મહાસાગર, એટર્કટિકા અને દક્ષિણી ધ્રુવમાં ઝોવા મળશે. આ સૂર્ય ગ્રહણ પછી બીજું સૂર્ય ગ્રહણ 25 ઓક્ટોબરે સર્જાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સૂર્ય ગ્રહણ અને શનિ અમાવસ્યાનો સંયોગ
આજે વર્ષ 2022 નું પ્રથમ સૂર્ય ગ્રહણ અને શનિ અમાવસ્યાનો ખાસ સંયોગ સર્જાયો છે. આ પ્રકારનો સંયોગ વર્ષો બાદ બન્યો છે. શનિ અમાવસ્યા પર શનિ દોષોમાંથી મુક્તિ માટે ગંગા સ્નાન, દાન અને પિતૃ તર્પણ કરવામાં આવે છે. તો બીજી તરફ આ પ્રકારના સંયોગથી કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ મળવાનો સંકેત છે. જેમાં મેષ, કર્ક અને વૃશ્વિક રાશિ સામેલ છે. 


આજે આંશિક સૂર્ય ગ્રહણ સર્જાશે
જ્યારે ચંદ્રમા સંપૂર્ણ રીતે સૂર્યને ઢાંકી લે છે  અને સૂર્યના કિરણો ધરતી સુધી પહોંચી શકતા નથી ત્યારે આ ઘટનાને પૂર્ણ સૂર્યગ્રહણ કહે છે. જ્યારે ચંદ્રમા સૂર્યને આંશિક રીતે ઢાંકી લે તો આ ઘટનાને આંશિક સૂર્યગ્રહણ કહે છે. જ્યારે ચંદ્રમા સૂર્યનો મધ્ય ભાગ ઢાંકી લે અને એક રિંગની જેમ જોવા મળે તો આ ખગોળીય ઘટનાને વલયાકાર સૂર્યગ્રહણ કહે છે. 

Virat Kohli Dance: ઓ અંટાવા ગીત પર દિલ ખોલી ઝૂમ્યા વિરાટ કોહલી, જુઓ વીડિયો


દેશ દુનિયામાં આજે ક્યાં-ક્યાં દેખાશે સૂર્યગ્રહણ
વર્ષ 2022 નું આ આંશિક સૂર્ય ગ્રહણ ભારતમાં આ આંશિક સૂર્ય ગ્રહણ જોવા મળશે નહી જેના કારણે સૂતકાળ માન્ય નહી હોય. આ સૂર્ય ગ્રહણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, એટલાંટિક મહાસાગર અને એંટાર્કટિક મહાસાગરના ભાગોમાં જોવા મળશે. 


આજે કેટલા વાગે શરૂ થશે સૂર્યગ્રહણ?
જ્યારે જ્યારે ગ્રહણની ઘટના સર્જાય છે ત્યારે ત્યારે તેને જોવા અને જાણવાની ઇચ્છા દરેક વ્યક્તિની હોય છે. વર્ષ 2022નું પ્રથમ સૂર્ય ગ્રહણ આજે સર્જાશે. આ આંશિક સૂર્યગ્રહણ છે. ભારતીય સમયનુસાર આજે રાત્રે  12:15 વાગે શરૂ થશે જે 1 મે સવારે 4:07 સુધી રહેશે. ભારતમાં આ સૂર્ય ગ્રહણની કોઇ અસર દેખાશે નહી. 


ભારતમાં વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ ક્યારે સર્જાશે? અને તેનો પ્રભાવ
આજે વર્ષનું પ્રથમ સૂર્ય ગ્રહણ છે. આ સૂર્ય ગ્રહણ આંશિક સૂર્ય ગ્રહણ છે. જે ભારતીય સમયનુસાર આજે રાત્રે  12:15 વાગે શરૂ થશે જે 1 મે સવારે 4:07 સુધી રહેશે. ભારતમાં આ સૂર્ય ગ્રહણની કોઇ અસર દેખાશે નહી. આ ઉપરાંત સૂર્યગ્રહણ સાથે આજે શનિશ્વરી અમાવસ્યા તિથિનો શુભ સંયોગ પન છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર જ્યારે સૂર્ય ગ્રહણ થાય છે ત્યારે જાતકો પર તેનો પ્રભાવ ચોક્કસ પડે છે. 

Gold Mountain: એવી જગ્યા જ્યાં કીચડમાંથી નિકળે છે સોનું, ઘણા વર્ષોથી લોકોની કમાણીનું છે માધ્યમ


સૂર્ય ગ્રહણનું વૈજ્ઞાનિક મહત્વ
સૂર્ય ગ્રહણને એક ખગોળીય ઘટના ગણવામાં આવે છે. જ્યારે ચંદ્રમા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. ત્યારે આવી સ્થિતિમાં સૂર્યનો પ્રકાશ ધરતી પર પહોંચતો નથી અને ચંદ્રમા સૂર્યને ઢાંકી દે છે તો આ ઘટના સૂર્યગ્રહણ કહે છે. 


સૂર્ય ગ્રહણનું પૌરાણિક મહત્વ
પૌરાણિક કથાઓ અનુસાર સૂર્ય ગ્રહણ અને ચંદ્રગ્રહણની ઘટનાને રાહુ-કેતુ દ્રારા ગ્રાસ કરવા તરીકે જોવામાં આવે છે. રાહુ અને કેતુ બંને જ છાયા ગ્રહ અને રાક્ષસ ગણ સાથે સંબંધ ધરાવે છે. કથા અનુસાર જ્યારે સમુદ્ર મંથન દરમિયના નિકળેલા અમૃતને ભગવાન વિષ્ણુ મોહિનીના રૂપમાં ધારણ કરી તમામ દેવતાઓને પીવડાવી રહ્યા હતા તો રાહુ અને કેતુ આ વાતને જાણી ગયા કે ભગવાન વિષ્ણુ દેવતાઓને જ અમૃતપાન કરાવી રહ્યાઅ છે. ત્યારે બંને પાપી ગ્રહ દેવતાઓની લાઇનમાં જઇને મિહિનના હાથોમાંથી અમૃતપાન કરી લીધું. અમૃતપાન કર્યા બાદ ચંદ્રમા અને સૂર્યદેવ આ જોઇ ગયા. આ વાત જેવી ભગવાન વિષ્ણુને ખબર પડી તેમણે તાત્કાલિક જ પોતાના સુદર્શન ચક્ર વડે રાક્ષસનું ધડ શરીરથી અલગ કરી દીધું. ત્યારથી રાહુ અને કેતુ સમયાંતરે સૂર્ય અને ચંદ્રમા ગ્રહણ લગાવે છે. 


ગ્રહણ જોતી વખતે આ વાતોનું રાખો ધ્યાન
સૂર્ય ગ્રહણ એક ખગોળીય ઘટના છે. પરંતુ તેને નગ્ન આંખોથી જોવું ન જોઇએ. તેને જોવા માટે ઉચ્ચ કોટિના ફિલ્ટર ગ્લાસના ચશ્માનો ઉપયોગ કરવો જોઇએ. ઘણા લોકો એક્સરે શીટના ચશમાનો ઉપયોગ કરે છે પરંતુ આમ ન કરવું જોઇએ અને નાના બાળકોને સૂર્ય ગ્રહણથી દૂર રાખવા જોઇએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube