Virat Kohli Dance: ઓ અંટાવા ગીત પર દિલ ખોલી ઝૂમ્યા વિરાટ કોહલી, જુઓ વીડિયો

વિરાટ કોહલીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે જેમાં વિરાટ અલ્લૂ અર્જુનની પુષ્પાના ઓ અંટાવા ગીત પર ઝૂમતા દેખાય છે તે પણ અનોખા અંદાજમાં. કાળો કૂર્તો અને ક્રીમ કલરનો પાયઝામો પહેરેલા દેખાતા વિરાટ કોહલી આ વીડિયોમાં ખૂબ હેન્ડસમ લાગી રહ્યા છે. 

Virat Kohli Dance: ઓ અંટાવા ગીત પર દિલ ખોલી ઝૂમ્યા વિરાટ કોહલી, જુઓ વીડિયો

Virat Kohi Dance video: વિરાટ કોહલી હિંદુસ્તાનના ચર્ચિત ખેલાડી છે. જ્યારે બેટ ઉઠાવે છે ત્યારે રેકોર્ડ તોડે છે પરંતુ રમતથી અલગ જ્યારે પણ કંઇ કરે છે તો તે સમાચાર બની જાય છે. હવે રમતથી પહેલાં વિરાટ કોહલીએ જ્યારે ડાન્સ (Virat Kohli Dance) કર્યો તો ફરી હંગામો તો થવાનો હતો. વિરાટ કોહલીનો આ અંદાજ તમે પહેલાં ક્યારે નહી જોયો હોય. તેમનો ડાન્સ વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે. 

વિરાટ કોહલી પર ચઢ્યો પુષ્પાનો ફીવર
વિરાટ કોહલીનો એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે જેમાં વિરાટ અલ્લૂ અર્જુનની પુષ્પાના ઓ અંટાવા ગીત પર ઝૂમતા દેખાય છે તે પણ અનોખા અંદાજમાં. કાળો કૂર્તો અને ક્રીમ કલરનો પાયઝામો પહેરેલા દેખાતા વિરાટ કોહલી આ વીડિયોમાં ખૂબ હેન્ડસમ લાગી રહ્યા છે પરંતુ વધુ રસપ્રદ છે તેમનો ડાન્સ. આ વીડિયોમાં તે બીજા ખેલાડીઓ સાથે પુષ્પાના ગીત ઓ અંટાવા પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયો જેવો જ સોશિયલ મીડિયા પર આવ્યો તો તેને વાયરલ થવામાં વાર ન લાગી. 

ગ્લેન મૈક્સવેલના રિસેપ્શનમાં છવાયો વિરાટનો ડાન્સ
જોકે તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મૈક્સવેલએ ભારતીય મૂળની છોકરી સાથે લગ્ન કર્યા જેની તસવીર સામે આવી હતી. લગ્ન બાદ મેક્સવેલ ભારત આઇપીએલ રમવા આવ્યા. જોકે અહીં પહોંચીને તેમણે આરસીબી ટીમને શાનદાર રિસેપ્શન આપ્યું. જેમાં તમામ ખેલાડીઓએ ભાગ લીધો. આ રિસેપ્શન પાર્ટીમાં વિરાટ કોહલીએ જોરદાર ડાન્સ કર્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news