PM Surya Ghar: 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે મફત વીજળી માટે સૌર યોજનાની જાહેરાત કરી હતી. હવે આ યોજના હેઠળ PM નરેન્દ્ર મોદીએ પોર્ટલ લોન્ચ કર્યું છે. તેનું નામ છે- પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના. પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ યોજના પર શું કહ્યું 
આ નવી સ્કીમ વિશે માહિતી આપતાં પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી - 75,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણવાળી આ સ્કીમનું લક્ષ્ય દર મહિને 1 કરોડ ઘરો સુધી 300 યુનિટ મફત વીજળી આપવાનું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ યોજના હેઠળ સબસિડીથી લઈને ભારે કન્સેશનલ બેંક લોન સુધી બધું જ આપવામાં આવશે. સરકાર સુનિશ્ચિત કરશે કે લોકો પર ખર્ચનો બોજ ન પડે. તમામ હિતધારકોને રાષ્ટ્રીય ઓનલાઈન પોર્ટલ સાથે જોડવામાં આવશે જે વધુ સુવિધા આપશે


યોજના વિશે
યોજના હેઠળ એક કરોડથી વધુ પરિવારને લાભ મળશે. આ અંતર્ગત લાભાર્થી પરિવારને દર મહિને 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. તમને જણાવી દઈએ કે જો ઘરોની છત પર સોલર પેનલ લગાવવામાં આવે છે તો સરકાર 60% સુધી સબસિડી આપશે. આ યોજનાનો ખર્ચ આશરે 75,000 કરોડ રૂપિયા રહેવાની ધારણા છે. આ યોજના માત્ર વીજળીના બિલમાં ઘટાડો કરશે નહીં પરંતુ ઊર્જા સુરક્ષા, પ્રદૂષણમાં ઘટાડો અને રોજગાર નિર્માણમાં પણ મદદ કરશે.


આ પણ વાંચોઃ Multibagger Stocks: 4 વર્ષમાં 4609%, એક વર્ષમાં 5 ગણું રિટર્ન, કમાલનો છે આ શેર


કઈ રીતે કરશો અરજી
સ્ટેપ 1- સૌથી પહેલા https://pmsuryaghar.gov.in/ પોર્ટલ પર વિઝિટ કરવી પડશે. અહીં રજીસ્ટ્રેશન કરવું પડશે. તે માટે તમારા રાજ્ય અને ઈલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપનીને સિલેક્ટ કરવી પડશે. ત્યારબાદ ઈલેક્ટ્રિક કંઝ્યુમર નંબર, મોબાઈલ નંબર અને ઈમેલની જાણકારી આપવામાં આવશે.


સ્ટેપ 2- ત્યારબાદ ગ્રાહક નંબર અને મોબાઇલ નંબરની સાથે લોગિન કરવું પડશે. લોગિન બાદ રૂફટોપ સોલર ફોર્મથી અરજી કરવી પડશે. 


સ્ટેપ 3- ડિસ્કોમથી ફીઝિબિલિટી અપ્રૂવલની રાહ જુઓ. ફીઝિબિલિટી અપ્રૂવલ મળી જાય તો તમારા ડિસ્કોમમાં કોઈ રજીસ્ટર્ડ વેન્ડર્સથી પ્લાન્ટ ઈન્સ્ટોલ કરાવી શકો છો. 


સ્ટેપ 4- ઈન્સ્ટોલેશન પૂરુ થવા પર પ્લાન્ટની ડિટેલ જમા કરો અને નેટ મીટર માટે અરજી કરો. 


સ્ટેપ 5- નેટ મીટરના ઈન્સ્ટોલેશન અને ડિસ્કોમ તરફથી તપાસ કર્યા બાદ પોર્ટલથી કમીશનિંગ સર્ટિફિકેટ જનરેટ થઈ જશે. 


સ્ટેપ 6- કમીશનિંગ રિપોર્ટ મળ્યા બાદ પોર્ટલ દ્વારા બેન્ક ખાતાની વિગત અને એક કેન્સલ ચેક જમા કરો. ત્યારબાદ બેન્ક ખાતામાં 30 દિવસની અંદર સબસિડી મળી જશે.