અમિત શાહે ટીકાકારોને બોલતી બંધ કરી, કહ્યું- `તેઓ પણ જાણે છે કે છેલ્લાં 7 વર્ષમાં ઘણા ફેરફાર થયા`
દેશના ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બની શકે કે અમારા અમુક નિર્ણય ખોટા થઈ ગયા હોય, પરંતુ એવું કોઈ ના કહી શકે કે અમારા ઈરાદા ખોટા છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે મારા ટીકાકારો પણ તે વાતથી સહમત હશે કે ગત કેટલાક વર્ષોથી ઘણો ફેરફાર થયો છે. આ દરમિયાન સરકાર પર ભ્રષ્ટાચારનો કોઈ આરોપ લગાવવામાં આવ્યો નથી, બની શકે કે અમારા કેટલાક નિર્ણયો ખોટા હોય પરંતુ અમારા ઈરાદા ખોટા નથી.
સરકારનો ઈરાદો ખોટો નથી
દેશના ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બની શકે કે અમારા અમુક નિર્ણય ખોટા થઈ ગયા હોય, પરંતુ એવું કોઈ ના કહી શકે કે અમારા ઈરાદા ખોટા છે.
અમિત શાહે જણાવ્યું છે કે, મારા ટીકાકારો પણ તે વાત સાથે સહમત હશે કે છેલ્લાં સાત વર્ષોમાં દેશમાં કોઈ અનેક ફેરફાર જોયા છે. અમારી સરકાર પર સાત વર્ષો દરમિયાન કૌભાંડનો એક પણ ચાર્જ લાગ્યો નથી. એવું બની શકે છે કે અમારા અમુક નિર્ણય ખોટા લીધા હોય પરંતુ એવું કોઈ ના કહી શકે કે અમારા ઈરાદા ખોટા છે.
ડેમોક્રેટિક સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ વધ્યો
અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે દેશના ડેમોક્રેટિક સિસ્ટમાં જ્યાં મલ્ટી પાર્ટી સિસ્ટમ છે, ત્યાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રત્યે દેશના લોકોનો વિશ્વાસ વધ્યો છે.
અમિત શાહએ યૂપીએ પર નિશાન સાંધતા જણાવ્યું હતું કે એક સમયમાં લોકોનો વિશ્વાસ ડેમોક્રેસી પરથી ડગમગ્યો હતો, જેણે મોદી સરકારે પાછો મેળવ્યો છે. દેશમાં બહુપક્ષીય લોકશાહી વ્યવસ્થા નિષ્ફળતાના આરે પહોંચી ગઈ હતી. બહુપક્ષીય લોકતાંત્રિક વ્યવસ્થામાં દેશની જનતાનો વિશ્વાસ ફરી વધ્યો તે મોદી સરકારની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
યૂપીમાં ચૂંટણી રેલી
આ તમામ વાતો વચ્ચે અમિત શાહ આજે લખનઉમાં 'સરકાર બનાવો, અધિકાર પાઓ' રેલી કાઢવાના છે, જેમાં યૂપીના સીએમ યોગી આદિત્યનાથ, નિષાદ પાર્ટીના ચીફ સંજય નિષાદ અને યૂપી બીજેપીના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ સામેલ થશે. યૂપીના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મોર્ય અને દિનેશ શર્મા પણ આ રેલીમાં સામેલ થશે.
અત્રે નોંધનીય છે કે, શાહે કહ્યુ હતુ કે ભારતની ઈકોનોમી દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી ઈકોનોમી બનવા જઈ રહી છે. ભારતનો ગ્રોથ રેટ ડબલ ડિજિટમાં પહોંચે તો મને આશ્ચર્ય નહીં થાય. આ સરકારે પોણા બે વર્ષ સુધી 80 કરોડ લોકોને દર મહિને માથા દીઠ પાંચ કિલો અનાજ મફત આપ્યુ છે. આ બહુ મોટુ કામ છે અને દુનિયામાં કોઈએ આવુ કામ કર્યુ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube