નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કજેરીવાલે શનિવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું કે એપ પર દિલ્હીના તમામ હોસ્પિટલની જાણકારી છે, પરંતુ દિલ્હીની કેટલીક હોસ્પિટલ બેડની ખોટી જાણકારી આપી રહી છે. અરવિંદ કેજરીવાલે એવી હોસ્પિટલોને ચેતાવણી આપતાં કાર્યવાહી કરવાની ચેતાવણી આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલે કહ્યું કે ''દેશમં સૌથી વધુ કોરોના ટેસ્ત દિલ્હીમાં થઇ રહ્યા છે. કેટલીક ખાનગી હોસ્પિટલ આ મહામારી દરમિયાન બેડની બ્લેક માર્કેટિંગ કરી રહી છે. ગત મંગળવારે અમે એક એપ લોન્ચ કરી હતી, જેમાં બેડની જાણકારી શેર કરી હતી, તમામ ખાનગી હોસ્પિટલ ખોટું કરી રહી નથી. આ એપમાં તમામ હોસ્પિટલોની યાદી મુકવામાં આવી છે જેથી સામાન્ય લોકોને ખાલી બેડની જાણકારી મળી શકે.''

ડરાવવા લાગ્યો કોરોના, ઘણા રાજ્યોમાં એક મે સુધી 10 ગણા કેસ વધ્યા


અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું કે ખાનગી હોસ્પિટલ ધમકી આપી રહી છે તો તેમને હું કહેવા માંગુ છું કે તમારે કોરોના દર્દીઓની સારવાર કરવી પડશે. આવી ખાનગી હોસ્પિટલોની યાદી બનાવવામાં આવી રહી છે. અમારી ટીમ તેના પર કામ કરી રહી છે. 20 ટકા બેડ ખાલી તો દરેક સ્થિતિમાં કોરોના દર્દીઓને ખાલી રાખવા પડશે.'

અરવિંદ કેજરીવાલે કહ્યું કે ''આજે અમે તમામ હોસ્પિટલો માટે ઓર્ડર પાસ કરી રહ્યા છીએ. હવે કોઇપણ સંદિગ્ધ દર્દીઓને હોસ્પિટલ ભરતી કરવાની મનાઇ ન કરી શકે. હોસ્પિટલના દર્દીઓને ભરતી કરવા પડશે. તેનું ટેસ્ટિંગ સાથે-સાથે તેની સારવાર પણ કરવી પડશે. 


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube