મળો એ માનનીય સાંસદોને, જે એક વખતમાં ભૂલ વગર વાંચી ન શક્યા લોકસભાનું સોગંધનામું
અજમેરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ ભગીરથ ચૌધરીએ સંસ્કૃતમાં સોગંધ લેવાની શરૂ કરી તો સચિવાલયના કર્મચારીઓએ તેમને પહેલા હિન્દી ભાષામાં શપથ લેવા જણાવ્યું હતું
નવી દિલ્હીઃ 17મી લોકસભાના પ્રથમ સત્રમાં છેલ્લા બે દિવસથી નવા ચૂંટાયેલા સાંસદો દ્વારા સોગંધ લેવાનો ક્રમ ચાલી રહ્યો છે. આ ગૃહમાં કેટલીક ઘટના એવી પણ જોવા મળી જેમાં દેશના ચૂંટાયેલા આ 'માનનીય' સાંસદો સળંગ એક વખતમાં એક પણ ભૂલ વગર લોકસભાના સાંસદ તરીકેનું સોગંધનામું વાંચી શક્યા નહીં અને તેમને બીજી વખત વાંચવું પડ્યું.
ઉત્તરપ્રદેશના ડુમરિયાગંજથી ચૂંટાયેલા ભાજપના સાંસદ જગદંબિકા પાલે એક વખત સોગંધ લીધા પછી નવા ચૂંટાયેલા સાંસદો સંબંધિત રજિસ્ટરમાં હસ્તાક્ષર કરી દીધા હતા. એ દરમિયાન લોકસભા સચિવાલયના કર્મચારીઓએ તેમને કહ્યું કે, તેમણે સોગંધ લેવા દરમિયાન કેટલાક શબ્દો ખોટા વાંચ્યા હતા. આથી તેમણે ફરીથી સોગંધ લીધા.
કોર્ટમાં ચાલી રહી હતી સુનાવણી, હાજર થયા હતા પૂર્વ રાષ્ટ્રપતિ, અચાનક પડી ગયા અને....
ફિલ્મ અભિનેતા અને પંજાબના ગુરદાસપુરથી ચૂંટાયેલા સની દેઓલે મંગળવારે અંગ્રોજીમાં સોગંધ લીધા હતા. વાંચવા દરમિયાન તેમણે 'અપહોલ્ડ' શબ્દને ભુલથી 'વિથહોલ્ડ' વાંચી નાખ્યો. જોકે, સની દેઓલને પોતાની ભુલ તરત જ સમજાઈ ગઈ અને તેને આ શબ્દ સુધારીને ફરીથી વાંચ્યો હતો.
અજમેરથી ચૂંટાયેલા ભાજપના સાંસદ ભગીરથ ચૌધરીએ સંસ્કૃતમાં સોગંધ લેવાનું શરૂ કર્યું તો સચિવાલયના કર્મચારીઓએ તેમને કહ્યું કે, તમારે પહેલા હિન્દીમાં સોગંધ લેવાના રહેશે. આ અંગે ચૌધરીએ અધ્યક્ષને કહ્યું કે, તેમને સંસ્કૃતમાં સોગંધ લેવાની મંજૂરી આપવામાં આવે. કાર્યવાહક અધ્યક્ષ વીરેન્દ્ર કુમારની મંજુરી મળ્યા પછી તેમણે સંસ્કૃતમાં પોતાના સોગંધ વાંચ્યા હતા.
જૂઓ LIVE TV...