Sonali Phogat Last Instagram Post: સોશિયલ મીડિયા સ્ટાર અને ભારતીય જનતા પાર્ટીના નેતા સોનાલી ફોગાટના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. માત્ર 42 વર્ષની ઉંમરે સોનાલી ફોગાટને ગોવામાં એટેક આવ્યો અને નિધન થયું. એવું કહેવાય છે કે સોનાલી પોતાના કેટલાક સ્ટાફ મેમ્બર્સ સાથે ગોવા ગયા હતા અને મોતની ગણતરીની પળો પહેલા તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો વીડિયો શેર કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનાલી ફોગાટનો અંતિમ વીડિયો
ટિકટોકથી જાણીતા થયેલા સોનાલી ફોગાટ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહેતા હતા અને પોતાના એકથી એક ચડિયાતા અને શાનદાર વીડિયો અને તસવીરો શેર કરતા રહેતા હતા. સોનાલી ફોગાટે મોતની ગણતરીની પળો પહેલા પોતાનો એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો હતો. આ વીડિયોની વાત કરીએ તો સોનાલી ફોગાટ ગુલાબી પાઘડી પહેરીને બોલીવુડના રેટ્રો સોંગ 'રૂખ સે જરા નકાબ હટા દો' પર રીલ બનાવતા અને એક્સપ્રેસ આપતા જોવા મળે છે. આ વીડિયોમાં સોનાલી ખુશીથી દોડતા પણ જોવા મળે છે. 


આ જુઓ સોનાલી ફોગાટની અંતિમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ


Sonali Phogat: ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટનું હાર્ટ એટેકથી નિધન, ભાજપની ટિકિટ પર લડી હતી ચૂંટણી


સોનાલી ફોગટના લગ્ન હિસારમાં રહેતા નેતા સંજય ફોગટ સાથે થયા છે. વર્ષ 2016માં તેમના પતિ સંજય ફોગટનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું હતું. તેમનો મૃતદેહ તેમના ફાર્મહાઉસમાં મળી આવ્યો હતો. સંજય ફોગટ ભાજપના નેતા હતા. પતિના મોત બાદ સોનાલી ભાજપ સાથે જોડાઈ ગયા. સોનાલી અને સંજયની એક પુત્રી પણ છે. 


રાજકીય કારકિર્દી
સોનાલી ફોગટ હરિયાણાની મહિલા વિંગની પાર્ટી ઉપાધ્યક્ષ અને હરિયાણા કલા પરિષદના હિસાર જોનલના દિગ્દર્શક પણ છે. ભાજપના સભ્ય તરીકે તેમણે ઝારખંડ અને મધ્ય પ્રદેશ ચૂંટણી રેલીઓમાં પણ ભાગ લીધો હતો. ટિકટોક પર તેઓ ખુબ લોકપ્રિય છે અને તેમના વીડિયોને લોકો પસંદ પણ કરે છે. 2019માં થયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં તેમણે ભાજપ તરફથી આદમપુર બેઠકથી ચૂંટણી લડી હતી. વિધાનસભા ચૂંટણી દરમિયાન તેમણે ભારત માતાની જયના નારા લગાવવાનું આહ્વાન પણ કર્યું હતું. નારા ન લગાવનારાઓને પાકિસ્તાની કહ્યા હતા. આ સ્ટેટમેન્ટ બાદ તેઓ ખાસ્સા વિવાદમાં પણ આવ્યા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube