નવી દિલ્હી : ઉત્તરપ્રદેશના અલીગઢમાં અઢી વર્ષની માસુમ બાળકીની હત્યા બાદ સમગ્ર દેશના લોકોમાં ગુસ્સો છે. આ સમાચાર સામે આવતાની સાથે જ બોલિવુડ સેલેબ્રિટીએ બાળકીનાં ન્યાય માટેની માંગ કરી છે. બીજી તરફ અભિનેત્રી સોનમ કપુરને પણ આ બાળકીની હત્યા અંગે ટ્વીટ કરતા લખ્યું કે, બાળકીનાં મોતનો એજન્ડા ન બનવો જોઇએ. સોનમનાં ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવી રહી છે. લોકોનું કહેવું છે કે જ્યારે તમે કઠુઆ કેસને એજન્ડા બનાવ્યો હતો ત્યારે તારુ જ્ઞાન ક્યાં ગયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના આ 3 મંત્રીઓ અચાનક સોનિયા ગાંધીને મળવા પહોંચ્યા, જાણો કેમ?
આ છે દેશના એક માત્ર એવા સીએમ, જેમની પાસે હશે 5 ડેપ્યુટી સીએમ


સોનમ કપુરે ટ્વીટ કરતા લખ્યું કે, મે બેબી...ના સમાચારોથી ખુબ જ દુખી છું. હું તેનાં પરિવાર અને તેના માટે દુવા કરીશ. હું લોકોને અપીલ કરુ છું કે તેને પોતાનો પર્સનલ એજન્ડા ન બનાવો. આ એક નાનકડી બાળકીની હત્યાનો કેસ છે અને તેને નફરત ફેલાવવા માટે ઉપયોગ ન કરો.  અભિનેત્રીની કોમેન્ટ કરતાની સાથે જ સોનલને ટ્રોલ કરવાનું ચાલુ કરી દેવાયું છે. એક યુઝરનું કહેવું છે કે હિંદુ હોવા અંગે શરમ આવી રહી હતી? હવે મુસ્લિમ હોવા અંગે શરમ નથી આવી રહી ? એટલા માટે બોલી રહ્યા છીએ કે વાતને દબાવી દો. 


નીતિ કમિશનની બેઠકમાં નહીં આવે મમતા બેનરજી, પીએમ મોદીને લખી ચિઠ્ઠી


CBI ઓફિસ ફરી પહોંચ્યા બેનરજીના ખાસ IPS અધિકારી, રાજીવ કુમારની પૂછપરછ શરૂ


બીજી તરફ એક અન્ય યુઝરે લખ્યું કે, જ્યારે આસીફાનાં મુદ્દે તમે તેને એજન્ડા બનાવીને ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે જો તમે એવું નથી કરતા તો આજે તમારી આ વાત યોગ્ય લાગે છે. અત્રે ઉલ્લે્ખનીય છે કે, અલીગઢમાં બનેલી ઘટના બાદ સની લિયોની, અભિષેક બચ્ચન, અુપમ ખેર સાથે અનેક બોલિવુડ સ્ટારે પોતાનો ગુસ્સો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. બોલિવુડમાંથી આયુષમાન ખુરાના, અર્જુન કપુર અને રિતેશ દેશમુખ જેવા સ્ટારે પણ આ ઘટનાની નિંદા કરી છે. આ ઘટના બાદ સમગ્ર દેશ એકવાર ફરી ખળભળી ઉઠ્યો છે. આ ઘટનામાં બાળકી સાથે ધૃણિત કૃત્યની વાત કરાઇ રહી છે પરંતુ પોલીસનો દાવો છે કે બાળકો સાથે દુષ્કર્મ નથી થયું. પરંતુ તેમ છતા પણ લોકોનો રોષ હજી પણ સાતમા આસમાને છે.