આ છે દેશના એક માત્ર એવા સીએમ, જેમની પાસે હશે 5 ડેપ્યુટી સીએમ
આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ શુક્રવારે અભૂતપૂર્વ પગલું ઉઠાવતા તેમના 25 સભ્યોની કેબિનેટમાં 5 ડેપ્યુટી સીએમની નિમણૂંક કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા મંત્રીપરિષદની રચના શનિવારે એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે.
Trending Photos
અમરાવતી: આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહન રેડ્ડીએ શુક્રવારે અભૂતપૂર્વ પગલું ઉઠાવતા તેમના 25 સભ્યોની કેબિનેટમાં 5 ડેપ્યુટી સીએમની નિમણૂંક કરવાનો નિર્ણય કર્યો છે. આ નવા મંત્રીપરિષદની રચના શનિવારે એક સાર્વજનિક કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે. મુખ્યમંત્રીએ શુક્રવાર સવારે તેમના આવાસમાં આઇએસઆઇ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક બોલાવી હતી. જેમાં તેમણે 5 ડેપ્યુટી સીએમની નિમણૂંક કરવાના તેમના નિર્ણયની જાહેરાત કરી હતી.
અનુસૂચિત જાતી, અનુસૂચિત જનજાતી, પછાત વર્ગો, લઘુમતીઓ અને કાપુ સમુદાયોમાંથી એક-એક ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે. તેમણે તેમના ધારાસભ્યોને એવું પણ જણાવ્યું હતું કે, કેબિનેટમાં મુખ્ય રીતે નબળા વર્ગોના સભ્યો હશે. જ્યારે તે અપક્ષા કરવામાં આવી રહી હતી કે, રેડ્ડી સમુદાયને મંત્રીમંડળમાં મુખ્ય સ્થાન મળશે.
વધુમાં રેડ્ડીએ જણાવ્યું હતું કે, અઢી વર્ષ બાદ સરકારના પ્રદર્શનની સમીક્ષા કર્યા પછી મંત્રીમંડળમાં ફેરબદલી કરવામાં આવશે. આ અગાઉ એન ચંદ્રબાબૂ નાયડૂની સરકારમાં કાપૂ અને પછાત વર્ગોના એક-એક ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા હતા. જગન મોહનના આ નિર્ણયને એક ક્રાંતિકારી પગલું માનવામાં આવી રહ્યું છે. જેનો અર્થ દરેક વર્ગોને જોડી રાખવાનો છે.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે