પીએમ મોદીના સંબોધનના 3 કલાક પહેલા કોરોના સંકટ પર સોનિયા ગાંધીનો રાષ્ટ્રને સંદેશ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને સંબોધિત કરવાના છે તે પહેલા કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધીએ રાષ્ટ્રના નામે એક વીડિયો જારી કરી સંદેશ આપ્યો છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આજે સંબોધનની ત્રણ કલાક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ દેશના નામે પોતાનો એક વીડિયો સંદેશ આપ્યો છે. કોંગ્રેસના ટ્વીટર હેન્ડલથી શેર કરવામાં આવેલા વીડિયોમાં સોનિયા ગાંધીએ કહ્યું કે, કોરોના સંકટમાં ડોક્ટરો, સફાઇકર્મીઓ, પોલીસ સહિત સરકારી અધિકારીઓના અડગ રહેવાથી મોટી દેશભક્તિ બીજી કોઈ નથી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એકતા, શિષ્ત અને આત્મનિર્ભરતાથી દેશ કોરોનાને પરાજીત કરી દેશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર