નવી દિલ્હીઃ કોંગ્રેસ  (Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી  (Sonia Gandhi)એ કેન્દ્ર સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. રેલ મંત્રાલય પર નિશાન સાધતા સોનિયા ગાંધીએ કહ્યું કે, સરકાર અને રેલવે મંત્રાલય મજૂરો પાસેથી ટિકિટના પૈસા વસૂલ કરી રહ્યાં છે. રેલ મંત્રાલય પર કટાક્ષ કરતા સોનિયા ગાંધીએ કહ્યું કે, જ્યારે રેલ મંત્રાલય પીએમ કેયર્સ ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકે છે તો ગરીબ મજૂરો પાસેથી પૈસા કેમ વસૂલી રહ્યું છે.?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોનિયા ગાંધીએ સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે- જ્યારે આપણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પોતાનું કર્તવ્ય સમજીને ફ્લાઇટથી નિશુલ્ક પરત લાવી શકીએ છીએ, જ્યારે આપણે ગુજરાતમાં માત્ર એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ટ્રાન્સપોર્ટ તથા ભોજન વગેરે પર ખર્ચ કરી શકીએ, જ્યારે રેલ મંત્રાલય પ્રધાનમંત્રીના કોરોના ફંડમાં1 51 કરોડ રૂપિયા આપી શકે છે તો પછી આપદાના આ સમયમાં નિશુલ્ક રેલ યાત્રાની સુવિધા કેમ ન આપી શકાય?


સોનિયા ગાંધીએ કેન્દ્રની ટીકા કરતા કહ્યું કે, કોંગ્રેસે મજૂરો માટે ફ્રી રેલયાત્રાની માગને ઘણીવાર ઉઠાવી, પરંતુ કેન્દ્ર સરકાર અને રેલ મંત્રાલયે સાંભળ્યું નથી. સોનિયા ગાંધીએ કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ કમિટી જરૂરીયાતમંદ શ્રમિક અને કામદારના ઘરે પરત ફરવાની રેલ યાત્રાની ટિકિટનો ખર્ચ ઉઠાવશે. 


દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો વધ્યો, ગત 24 કલાકમાં 2553 નવા કેસ અને 72ના મોત


દરેકનું ભાડું લઈ રહ્યાં નથી
આ મુદ્દા પર ભારતીય રેલવેએ નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે નિર્દેશો અનુસાર રાજ્ય સરકાર જ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો ખર્ચ વગન કરી રહી છે. અમે ટિકિટ વગર કોઈને યાત્રાની મંજૂરી આપતા નથી. આજ કારણ છે કે સ્પેશિયલ ટ્રેનથી જનારા દરેક યાત્રીને ભારતીય રેલવે એક ટિકિટ ઇશ્યૂ કરી રહી છે. સાથે ભારતીય રેલવેએ સ્પષ્ટ કહ્યું કે, યાત્રીકો પાસે ટિકિટના પૈસા લેવાના કે નહીં, તે રાજ્ય સરકાર નક્કી કરી રહી છે. અમે કોઈ યાત્રીનું ભાડું લઈ રહ્યાં નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર