રાયબરેલી : સંયુક્ત પ્રગતીશીલ ગઠબંધન (યુપીએ) અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા ગુરૂવારે રાયબરેલી સીટથી ઉમેદવારો પત્ર દરમિયાન અપાલે શપથ પત્ર અનુસાર તેમની કુલ સંપત્તી 11.82 કરોડ રૂપિયા છે. 2014ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમણે પોતાની સંપત્તી 9.28 કરોડ રૂપિયા જાહેર કર્યા હતા. સોનિયા ગાંધીએ ઉમેદવારી પત્ર અનુસાર તેમની પાસે 4.29 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તી છે. તેમણે પોતાનાં પુત્ર અને કોંગ્રેસનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને પાંચ લાખ રૂપિયાની લોન લીધી છે. સોનિયા ગાંધી પાસે 60 હજાર રૂપિયા રોકડ અને બેંકમાં 16.5 લાખ રૂપિયા જમા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીનો પ્રથમ તબક્કો એકંદરે શાંતિપુર્ણ, 81 ટકા મતદાન નોંધાયું

2014નાં હલફનામામાં તેમણે પોતાની કુલ સંપત્તી 9.28 કરોડ રૂપિયાની રકમ જાહેર કરી હતી. જેમાં 1267.3 ગ્રામ સોનું, 88 કિલોગ્રામ ચાંદી તથા બેંકમાં જમા 66 લાખ રૂપિયા સહિત કુલ 2.81 કરોડ રૂપિયાની ચલ સંપત્તીનો સમાવેશ થાય છે. સોનિયા ગાંધીની વિરુદ્ધ એક ગુનાહિત કેસ ચાલી રહ્યો છે જે ભાજપ સાંસદ સુબ્રમણ્ય સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલો છે. 
VIDEO: પ્રચાર કરી રહેલી આ અભિનેત્રીની છેડતી, પછી થઇ લાફાવાળી

સોનિયા ગાંધી બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન વડાપ્રધાન મોદીને ફરીથી ખુલો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, ભારતીય ઇતિહાસમાં તેને અનેક લોકો રહ્યા જે તે વિચારતા હતા કે તેઓ અજેય છે અને ભારતનાં લોકોથી મોટા છે પરંતુ ભારતે લોકોથી મોટું કોઇ જ નથી. તેમણે કહ્યું કે, નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષમાં ભારતનાં લોકો માટે કંઇ જ નથી કર્યું. ગાંધીજીએ વ્યંગ  કરતા કહ્યું કે,  તેમનું (મોદીનું) અજેય હોવું ચૂંટણી પરિણામો બાદ સ્પષ્ટ દેખાડાશે.