સોનિયા ગાંધી રાહુલ સાથે વિદેશ રવાના, મોનસૂન સત્રના પહેલાં તબક્કામાં નહી લે ભાગ
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ જઇ રહી છે. સોનિયા ગાંધી સોમવારથી શરૂ થઇ રહેલા સંસદના મોનસૂન સત્રના પહેલાં તબક્કામાં ભાગ નહી લે. તેમની સાથે રાહુલ ગાંધી પણ જઇ રહી છે. રાહુલ ગાંધી આગામી અઠવાડિયા સુધી પરત આવશે.
નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સારવાર માટે વિદેશ જઇ રહી છે. સોનિયા ગાંધી સોમવારથી શરૂ થઇ રહેલા સંસદના મોનસૂન સત્રના પહેલાં તબક્કામાં ભાગ નહી લે. તેમની સાથે રાહુલ ગાંધી પણ જઇ રહી છે. રાહુલ ગાંધી આગામી અઠવાડિયા સુધી પરત આવશે.
કહેવામાં આવી રહ્યું છે કે સોનિયા ગાંધીએ સંસદીપ રણનીતિ સમૂહની સાથે બેઠક કરી છે, જેમાં તે મુખ્ય મુદ્દાને ઉઠાવ્યો છે જે રાષ્ટ્રને પ્રભાવિત કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે બંને સદનોમાં સારા સમન્વય માટે સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવ્યા છે.
આ પહેલાં શુક્રવારે કોંગ્રેસમાં મોટું સંગઠનાત્મક ફેરબદલ કરવામાં આવી હતી. આ ફેરબદલમાં સૌથી મોટો ફાયદો રાહુલ ગાંધીના વફાદાર રણદીપ સિંહ સુરજેવાલાને થયો છે. સુરજેવાલા હવે કોંગ્રેસ અધ્યક્ષને સલાહ આપવામાં ઉચ્ચ સ્તરીય વિશેષ સમિતિનો ભાગ છે.
સાથે જ સુરજેવાલાને કોંગ્રેસનું મહાસચિવ પણ બનાવવામાં આવ્યું છે. મધુસૂદન મિસ્ત્રીને કેન્દ્રીય ચૂંટણી સમિતિને અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. પ્રિયંકા ગાંધીને યૂપીના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત કેસી વેણુગોપાલ સંગઠનની જવાબદારી આપવામાં આવી છે.
પડકારરૂપ રહેશે સત્ર
તમને જણાવી દઇએ કે મોનસૂન સત્રની શરૂઆત સોમવારે થવાની છે. કોરોના મહામારીના કારણે સંસદ સત્રમાં આ વખતે બધુ બદલાયેલું જોવા મળશે. આ સાથે જ પડકારજનક રહેશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ માનતા હતા કે સત્ર પડકારપૂર્ણ રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube