નવી દિલ્હી : સંસદમાં ચોમાસું સત્રનો અંતિમ દિવસ છે. સરકારે શુક્રવારે રાજ્યસભામાં ત્રણ તલાક વિધેયક રજૂ કરશે. ઝી મીડિયા સાથે વાત કરતાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ કહ્યું કે, ટ્રિપલ તલાત મામલે કોંગ્રેસનું વલણ સ્પષ્ટ છે અને આ અંગે વધુ કંઇ કહેવા નથી ઇચ્છતી. અહીં નોંધનિય છે કે, ભાજપે સંસદમાં ઉપસ્થિત રહેવા માટે વ્હિપ જારી કર્યો છે. જોકે આ બિલને સંસદમાં મંજૂરી મળવાની પ્રબળ આશા સેવાઇ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોંગ્રેસનું કહેવું છે કે, સરકારે આ મામલે વિપક્ષથી વિચાર વિમર્શ નથી કર્યો તો વિપક્ષ રાફેલ ડીલને લઇને સંસદમાં હંગામો કરી શકે છે. 


રાફેલ ડીલ મુદ્દે સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે સંસદ ભવનના પરિસરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટી સાંસદ સુશીલ ગુપ્તા સહિત વિપક્ષી સાંસદોએ રાફેલ ડીલ મુદ્દે સંસદ ભવન બહાર પ્રદર્શન કર્યું હતું. 


તમને જણાવીએ કે આ પહેલા ગુરૂવારે સરકારે મુસ્લિમોમાં ત્રણ તલાક અંગેના કાયદામાં આરોપીને સુનાવણી પહેલા જામીન જેવા સંરક્ષણાત્મક જોગવાઇને મંજૂરી આપી હતી. સરકારે આ જોગવાઇ સાથે એ સ્પષ્ટ કરી દીધું કે આ કાયદાનો ગેરફાયદો કોઇ ઉઠાવી ન જાય. આવા કેસમાં પતિને ત્રણ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઇ હતી. જેમાં સુધાર કરવામાં આવ્યો છે.