Noodles ખાતા હોવ તો સાવધાન! નૂડલ્સ ખાવાથી તબિયત બગડી, ભાઈ-બહેનના મોત, ઘટના બાદ માતા બેભાન
સોનીપતમાં વેસ્ટ રામનગર સ્થિત માયાપુરી કોલોનીમાં રાતે નૂડલ્સ ખાધા બાદ પરિવારના બે બાળકોની તબિયત બગડી ગઈ. પરિજનોએ મોડી રાતે બંને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યાંથી તેમને પ્રાથમિક ઉપચાર બાદ હાયર સેન્ટર રેફર કરાયા. પરિજનો તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ભાઈ બહેનના મોત થયા. ઘટના બાદ બાળકોની માતાની તબિયત બગડી છે.
સોનીપતમાં વેસ્ટ રામનગર સ્થિત માયાપુરી કોલોનીમાં રાતે નૂડલ્સ ખાધા બાદ પરિવારના બે બાળકોની તબિયત બગડી ગઈ. પરિજનોએ મોડી રાતે બંને બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા. જ્યાંથી તેમને પ્રાથમિક ઉપચાર બાદ હાયર સેન્ટર રેફર કરાયા. પરિજનો તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં ભાઈ બહેનના મોત થયા. ઘટના બાદ બાળકોની માતાની તબિયત બગડી છે. આ સાથેજ તેમના મોટાભાઈને પણ સુરક્ષા કારણોસર હોસ્પિટલમાં સારવાર અપાઈ. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
બાળકોને નૂડલ્સ ખવડાવવા લઈ ગયા હતા
માયાપુરી કોલોનીના રહીશ ભૂપેન્દ્રના પરિવારે બુધવારે રાતે પરાઠા બાદ નૂડલ્સ ખાધા હતા. નૂડલ્સ પાડોશની એક દુકાનમાંથી ખરીદવામાં આવ્યા હતા. રાતે બધા ખાવાનું અને નૂડલ્સ ખાઈને સૂઈ ગયા હતા. મોડી રાતે લગભગ એક વાગે પરિવારની પુત્રી હેમા (8) અને પુત્ર તરુણ (6) ની સ્થિતિ બગડી ગઈ. જેને લીધે બંને બાળકોને સોનીપતમાં હોસ્પિટલમા દાખલ કરાયા. પ્રાથમિક સારવાર બાદ સ્થિતિમાં સુધારો ન થતા બંનેને હાયર સેન્ટર રેફર કરાયા હતા.
કયા મંત્રીની હકાલપટ્ટી? કોને મળશે જવાબદારી...PM આવાસ પર શાહ-નડ્ડા સાથે મોદીનું મંથન
ગુજરાતના બે જિલ્લાઓમાં આજે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં વરસાદ મચાવશે તબાહી?
ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા ગુજરાતીઓ માટે મહત્વના સમાચાર, 1 જુલાઈથી થશે આ મોટો ફેરફાર
બે બાળકોના મોતથી માતાની સ્થિતિ ખરાબ
પરિવારના સભ્યો તેમને લઈને ખાનગી હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં સારવાર દરમિયાન બંને બાળકોના મોત થઈ ગયા. આ ઘટના બાદ બાળકોની માતા પૂજાની સ્થિતિ બગડી ગઈ. બે બાળકોના મોતથી તે બેભાન થઈ ગઈ. તેમને પણ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. બંને બાળકોના મોટા ભાઈ પ્રવેશ(8)ને પણ સુરક્ષા કારણોસર સારવાર અપાઈ. તેની સ્થિતિ હાલ ઠીક છે. સૂચના બાદ ત્યાં પહોંચેલી સિટી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube