પટના: બિહારમાં જાહેર મહાગઠબંધનના ઘટક દળની વચ્ચે લોકસભા ચૂંટણીને લઇને સીટ શેરિંગનો ફોર્મૂલા લગભગ નક્કી થઇ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સૌથી વધારે બેઠકો પર ચૂંટણી લડશે. ત્યારબાદ કોંગ્રેસને 9 બેઠક આપવામાં આવી છે. બુધવારના પટનામાં જોઇન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી બેઠક શેરિંગની જાહેરાત કરી દેવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: મુઝફ્ફરનગરથી અજિત સિંહ બન્યા ઉમેદવાર, જાણો RLDના ઉમેદવારોનું લિસ્ટ


બિહારમાં મહાગઠબંધન ઘટક દળોની વચ્ચે બેઠક વહેંચણીને લઇને ચાલી રહેલો વિવાદ દૂર થઇ ગયો છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, બુધવાર સવારે સાડા 11 વાગે આ વાતની જાહેરાત કરવામાં આવશે.


કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન, ગોવામાં નવા CMના શપથ ગ્રહણ પર ઉઠાવ્યો સવાલ


મળતી જાણકારી અનુસાર, વામ દળને આ મહાગઠબંધનથી અલગ રાખવામાં આવ્યું છે. આ વાત પર એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આરજેડી એકાદ બેઠક આપી શકે છે. જ્યાં ઉમેદવારની જાહેરાત પણ થઇ ગઇ છે.


વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: આ CMએ પ્રશાંક કિશોરને કહ્યાં ‘બિહારી ડાકુ’, JDUના નેતાએ કર્યો વળતો પ્રહાર


જણાવી દઇએ કે એનડીએમાં પહેલા જ સીટ શેરિંગની ઘોષણા થઇ ગઇ હતી. હાલમાં જ આ વાતની જાહેરાત પણ કરવામાં આવી છે કે કઇ પાર્ટી કઇ બેઠક પરથી ચૂંટણી લડશે. બિહારમાં 7 તબક્કાઓમાં ચૂંટણી યોજાશે. 23 મેએ મતગણતરીની તારીખ નક્કી કરવામાં આવી છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...