કોંગ્રેસના નેતાનું વિવાદિત નિવેદન, ગોવામાં નવા CMના શપથ ગ્રહણ પર ઉઠાવ્યો સવાલ
સંયજ નિરુપમે સવાલ કર્યો કે, ભાજપ ગોવાના નવા સીએમને શપથ લેવડાવવામાં આટલી ઉતાવળ કેમ કરી રહ્યાં છે. ભાજપે કદાચ નવા સીએમના શપથ ગ્રહણ કરાવવા માટે થોડી રાહ જોવી જોઇતી હતી.
Trending Photos
નવી દિલ્હી: ગોવાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના નિધન બાદ નવા મુખ્યમંત્રીએ શપથ ગ્રહણને લઇને મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે સવાલ ઉઠાવ્યો છે. સંયજ નિરુપમે સવાલ કર્યો કે, ભાજપ ગોવાના નવા સીએમને શપથ લેવડાવવામાં આટલી ઉતાવળ કેમ કરી રહ્યાં છે. ભાજપે કદાચ નવા સીએમના શપથ ગ્રહણ કરાવવા માટે થોડી રાહ જોવી જોઇતી હતી. નિરૂપમે ટ્વિટ કરતા મનોહર પર્રિકરને શ્રદ્ધાંજલી આપવાની સાથે ભાજપ માટે કહ્યું કે, ભાજપને પર્રિકરજીની અસ્થિઓ વિસર્જિત થવા સુધી રોકાવવું જોઇતું હતું.
વધુમાં વાંચો: લોકસભા ચૂંટણી 2019: આ CMએ પ્રશાંક કિશોરને કહ્યાં ‘બિહારી ડાકુ’, JDUના નેતાએ કર્યો વળતો પ્રહાર
જણાવી દઇએ કે સોમવાર મોડી રાત્રે પ્રમોદ સાવંતને ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પ્રમોદ સાવંત પહેલા ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા.
ઉલ્લેખનીય છે કે બીમારીના કારણે મનોહર પર્રિકરનું અકાળે મૃત્યુના કારણે પ્રમોદ સાવંતને ગોવાની ભાગદોળ સોંપવામાં આવી છે. પ્રમોદ સાવંતે કહ્યું કે, તેમની પાર્ટી ભાજપે તેમને એક મોટી જવાબદારી આપી છે. મુખ્યમંત્રી બનતા સાવંતે પત્રકારોને કહ્યું કે, તેમણે રાજકારણમાં લાવવાનો શ્રેય દિવંગત મુખ્યમંત્રી મનોહર પર્રિકરને જાય છે.
રાજ્યપાલ મુદુલા સિન્હાએ પણજીમાં મોડી રાત્રે લગભગ 2 વાગે રાજ્યભવનમાં 46 વર્ષીય સાવંતને પદ તેમજ ગોપનીયતાની શપથ લેવડાવી છે. સાવંતના ઉપરાંત પર્રિકરના નેતૃત્વવાળી કેબિનેટનો ભાગ રહેલા 11 ધારાસભ્યોએ પણ મંત્રીના રૂપમાં શપથ લીધા. પહેલા આ શપથ ગ્રહણ સમારોહ સોમવારની રાત્રે 11 વાગે થવાનો હતો પરંતુ કોઇ કારણો સર તેમાં વિલંબ થયો હતો. સાવંત ગોવા વિધાનસભાના અધ્યક્ષ હતા. આ પહેલા સાવંતે કહ્યું હતું કે, તેમની પાર્ટી ભાજપે તેમને મોટી જવાબદારી સોંપી છે.
આ પહેલા ગોવાના મુખ્યમંત્રીના અંતિમ સંસ્કાર સોમવારે રાજ્યકીય સન્માનની સાથે કરવામાં આવ્યું છે અને આ તક પર હજારો લોકોએ નમ આંખો સાથે પોતાના આ લોકપ્રિય નેતાની અંતિમ વિદાઇ આપી હતી. ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વિભિન્ન કેન્દ્રીય મંત્રી તેમજ ભાજપ શાસિત પ્રદેશના મુખ્યમંત્રીઓએ મીરામારમાં કરવામાં આવેલી પર્રિકરની અંતિમવિધિમાં ભાગ લીધો હતો. પર્રિકરના મૃતદેહને તેમના મોટા દિકાર ઉત્પલે અગ્નિદાહ આપ્યો હતો.
ભાજપના આ લોકપ્રિય નેતાની સ્મશાન યાત્રા ‘કલા એકડમી’થી શરૂ થઇ જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત હજારો લોકોએ પૂર્વ રક્ષા મંત્રીને શ્રદ્ધાંજલિ આપી હતી. પર્રિકર (63 વર્ષ)ના પાર્થિવ દેહને ફૂલોથી સણગારેલા વાહનમાં મુકવામાં આવ્યો હતો. આ વાહનથી તેમના પાર્થિવ દેહને મીરામાર તટ પર લઇ જવામાં આવ્યો. જ્યાં તેમના અંતિમ સંસ્કાર સમ્પન્ન કરવામાં આવ્યા હતા.
ગોવાના આ લોકપ્રિય નેતાનું રવિવારે લાંબી બીમારીના બાદ નિધન થયું હતું. તેમની લોકપ્રિયતાનો અંદાજ હજારોની સંખ્યામાં તેમને શ્રદ્ધાંજલિ આપવા આવેલા સામાન્ય નાગરિક અને બીજેપી કાર્યકર્તાઓના ટોડાથી લગાવી રહ્યાં હતા. તેમણે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે સામાન્ય નાગરિકો તેમજ પાર્ટી કાર્યકર્તાઓની લાંબી લાઇનો લાગી હતી.
(ઇનપુટ ભાષાથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે