બ્યુનસ આયર્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિવારે અત્રે જી-20 શિખર સંમેલન ઉપરાંત દક્ષિણ આફ્રીકાના રાષ્ટ્રપતિ સિરિલ રામફોસા સાથે મુલાકાત કરી. પીએમ મોદીએ તેમને આગામી ગણતંત્ર દિવસના સમારોહ માટે મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું. આગામી વર્ષે મહાત્મા ગાંધીની 150મી જયંતી પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દક્ષિણી આફ્રીકી નેતા રામફોસાએ વડાપ્રધાન મોદીના આ આમંત્રણનો સ્વીકાર કર્યો. પીએમ મોદીએ બેઠક બાદ ટ્વિટ કરીની કહ્યું કે (દક્ષિણ આફ્રીકી) રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાને મળીને ખુબ આનંદ થયો. ભારત જ્યારે મહાત્મા ગાંધીની 150મી જયંતી મનાવી રહ્યું છે ત્યારે 2019ના ગણતંત્ર દિવસ સમારોહમાં રાષ્ટ્રપતિ રામફોસાનું મુખ્ય મહેમાન તરીકે સ્વાગત કરવું એ અમારા માટે સન્માનની વાત છે. દક્ષિણ આફ્રીકાના બાપુ સાથેના સંબંધો જગજાહેર છે. 


આ સાચી મિત્રતા, મોત સામે ઝઝૂમતી મુસ્લિમ સખીને કિડની દાન કરવા સિખ યુવતી મક્કમ


તેમણે કહ્યું કે રામફોસાનો ભારત પ્રવાસ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો વધુ મજબુત કરશે. મોદીએ ટ્વિટ કરી કે રાષ્ટ્રપતિ સિરિલ રામફોસાનો આગામી પ્રવાસ તે પણ ભારતના ગણતંત્ર દિવસના વિશેષ અવસરે, ભારત અને દક્ષિણ આફ્રીકા વચ્ચે વ્યાપારિક અને લોકો વચ્ચે સંબંધોને વધુ મજબુત કરશે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...