સિયોલ : આખી દુનિયા જ્યારે કોરોના વાયરસ સામે લડી રહી છે ત્યારે દક્ષિણ કોરિયા એક દેશ એવો છે જેણે બહુ ઝડપથી આ વાયરસ પર કાબૂ મેળવી લીધો છે. અહીં વાયરસ પર કાબૂ મેળવવા માટે થર્મલ ઇમેજિંગની સાથેસાથે લોકોને તેમના કામ જમણાને બદલે ડાબા હાથથી કરવાની ટ્રેઇનિંગ આપવામાં આવી છે. દક્ષિણ કોરિયામાં સેનાની મદદથી રસ્તાઓે સેનિટાઇઝ કરવામાં આવી રહ્યા છે અને ધર્મગુરુઓને પણ તેમના અનુયાયીઓના શરીરના તાપમાન પર નજર રાખવામાં કહેવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીન પછી દક્ષિણ કોરિયામાં આ વાયરસનો સૌથી વધારે આતંક હતો પણ છેલ્લા કેટલાક અઠવાડિયાથી અહીં તેનો વ્યાપ એકાએક બહુ ઘટી ગયો છે. અહીં કોરોના વાયરસથી ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 9037 છે અને 129 લોકોના મૃત્યુ થયા છે. જોકે હકારાત્મક વાત તો એ છે કે 3500 લોકો ઠીક પણ થઈ ગયા છે. અહીં 8થી 9 માર્ચ વચ્ચે ચેપગ્રસ્તોની સંખ્યા 8 હજાર સુધી પહોંચી ગઈ હતી પણ છેલ્લા કેટલાક દિવસોમાં માત્ર 12 જેટલા નવા મામલા સામે આવ્યા છે. 


કોરોના વાયરસ સામેની  સાઉથ કોરિયાની લડાઈ આખી દુનિયામાં રોલ મોડેલ તરીકે જોવામાં આવી રહી છે. અહીં એક દિવસ માટે પણ માર્કેટ લોકડાઉન નથી કરવામાં આવ્યું અને લોકોની હેરફેર પર પણ કોઈ જાતનો પ્રતિબંધ નથી મુકાયો. દક્ષિણ કોરિયાએ કોરોના વાયરસનો ટેસ્ટ કરવાની કિટનું પ્રોડક્શન બહુ ઝડપથી વધારવા પર ભાર મુક્યો છે. અહીં દર 10 મિનિટમાં શરીર અને ગળાની તપાસ કરવામાં આવે છે અને હજારો સ્ક્રિનિંગ સેન્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. દક્ષિણ કોરિયાની આ નીતિના હકારાત્મક પરિણામ પણ જોવા મળ્યા છે. આજે દક્ષિણ કોરિયામાં રોજ એક લાખ ટેસ્ટિંગ કિટ બને છે અને વિદેશોમાં એની નિકાસ પણ કરવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube