લખનઉ : ઉત્તરપ્રદેશા કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મોર્યએ ગઠબંધનના મદ્દે મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, આંતરિક સ્વાર્થના ટક્કરને કારણે આ ગઠબંધન થાય તેવી શક્યતાઓ નથી. એવામાં જો ગઠબંધન થાય પણ છે તો બેમેલ ગઠબંધન થશે. શું ગઠબંધનમ કોંગ્રેસમાં સમાવેશ થશે ? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, કોંગ્રેસનો જનાધાર રદ્દ થઇ ચુક્યો છે. આગામી ચૂંટણીમાં કોંગ્રેસનો બચેલો જનાધાર પણ ખતમ થઇ જશે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોર્યએ કહ્યું કે, કોંગ્રેસ ઉપરાંત સપા અને બસપા પણ પોતાનો જનાધાર ગુમાવી રહી છે. એવામાં જનાધારને બચાવવા અને પોતાના નેતાઓની દળ બદલવાનાં ડરથી સપા અને બસપા ગઠબંધનની વાત કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઠબંધનની સ્થિતી હજી સુધી સ્પષ્ટ નથી થઇ શકી. બસપા પ્રમુખનું કહેવું છે કેજો ગઠબંધનમાં સન્માનજનક સીટો નહી મળે તો તઓ એકલા જ ચૂંટણી લડશે. જો કે અખિલેશે કહ્યું હતું કે, જો તેમને બે પગલા પાછુ પણ હટવું પડશે તો તેઓ ગઠબંધન માટે તૈયાર છે. સપા અને બસપા ઉપરાંત કોંગ્રેસ અને રાષ્ટ્રીય લોકદળ ગઠબંધનનો હિસ્સો હશે કે નહી તેના મુદ્દે કંઇ પણ કહેવું મુશ્કેલ છે. 

હાલમાં જ બસપાએ છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની વિરોધી પાર્ટી છત્તીસગઢ જનતા કોંગ્રેસની સાથે ચૂટણી લડવાની જાહેરાત કરી છે. બંન્ને વચ્ચે સીટોની વહેંચણી પણ થઇ ચુકી છે. એવામાં ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસનું શુ થશે તે આગામી સમયમાં જ ખબર પડશે. 

યૂપી પોલીસની તરફથી એન્કાઉન્ટરના મુદ્દે સ્વામી પ્રસાદ મોર્યએ કહ્યું કે, ગુનાખોરોના ખાત્મા માટે એન્કાઉન્ટર કરવામાં આવી રહ્યું છે. અમે યૂપીમાં કાયદાનુ રાજ સ્થાપિત કરવામાં લાગેલા છે. અમે ઇચ્છીએ છીએ કે જનતાને જંગલરાજમાંથી મુક્તિ મળે. જો કે વિપક્ષી દળ અપરાધિઓનાં બચાવ કરી રહ્યા છે. તેઓ ઇચ્છે છે કે એકવાર ફરીથી ઉત્તર પ્રદેશમાં જંગલરાજ કાયમ થા, પરંતુ આપણે તેવું નહી થવા દઇએ.