નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રીમંગળમાં આજે બીજો ફેરફાર થયો છે. મોદી સરકારમાં રાજ્યમંત્રી સત્યપાલ સિંહ બધેલ (SP Singh Baghel)નો વિભાગ બદલી દેવામાં આવ્યો છે. બધેલ હવે સ્વાસ્થ્ય મંત્રાલયમાં રાજ્યમંત્રી હશે. તેઓ અત્યાર સુધી કાયદા મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા. એટલે કે કાયદા મંત્રાલયમાં બંને મંત્રી બદલી દેવામાં આવ્યા છે. પહેલા કિરણ રિજિજૂને હટાવીને અર્જુન રામ મેઘવાલને કાયદા મંત્રાલયમાં સ્વતંત્ર પ્રભાવના રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ એસપી સિંહ બધેલને સ્વાસ્થ્ય મંત્રાલયમાં મોકલી દેવામાં આવ્યા છે. કિરણ રિજિજૂને પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપવામાં આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એસપી સિંહ બધેલ ઉત્તર પ્રદેશના આગ્રાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે. તેમણે હાલમાં આવેલું નિવેદન ખુબ ચર્ચામાં રહ્યું હતું. બધેલે કહ્યુ હતુ કે જે મુસલમાન દેખાડે છે કે તે ઉદાર છે, તે માત્ર ઢોંગ કરે છે. તેમણે દાવો કર્યો કે આવા મુસલમાન ઉપ-રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ જેવા પદ મેળવવા માટે ઉદારવાદી હોવાનો ઢોંગ કરે છે. સત્ય તેનાથી અલગ છે. તેમના આ નિવેદન બાદ મીડિયામાં ખુબ ચર્ચામાં આવ્યા હતા. 


આ પણ વાંચોઃ Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે કડાકો, જાણો નવી કિંમત


કિરણ રિજિજૂ પૂર્વોત્તરના રાજ્ય અરૂણાચલ પ્રદેશથી ભાજપના સાંસદ છે. તેઓ અરૂણાચલ પશ્ચિમ લોકસભા સીટથી ચૂંટણી જીતી સંસદ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમને જુલાઈ 2021માં થયેલા મંત્રીમંડળના ફેરબદલમાં રવિશંકર પ્રસાદની જગ્યાએ કાયદા મંત્રી બનાવ્યા હતા. રિજિજૂની વિવિધ મુદ્દા પર અને ખાસ કરીને કોલેજિયમ સિસ્ટમ પર સર્ચોચ્ચ ન્યાયાલયની સાથે તણાવ ચાલી રહ્યો હતો. 


કહેવામાં આવી રહ્યું છે કે આ વાત સરકારને પસંદ આવી નહીં. આ પહેલા રવિશંકર પ્રસાદની સોશિયલ મીડિયા કંપની ટ્વિટર સાથે તકરાર થયા બાદ તેમને મંત્રીમંડળમાંથી હટાવી દેવામાં આવ્યા હતા. પરંતિ રિજિજૂ મંત્રીમંડળમાં સામેલ છે, તેમનું મંત્રાલય બદલી દેવામાં આવ્યું છે. હવે રિજિજૂ પૃથ્વી વિજ્ઞાન મંત્રી જ્યારે એસપી સિંહ બધેલ સ્વાસ્થ્ય રાજ્યમંત્રી થઈ ગયા છે. દેશના સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube