Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે કડાકો, જાણો નવી કિંમત

Gold Silver Price: તાજેતરમાં સોના અને ચાંદીની કિંમતે રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ હવે સોનું 61 હજારથી નીચે અને ચાંદી 72 હજારથી નીચે કારોબાર કરી રહી છે. સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. 

Gold-Silver Price: સોના-ચાંદીના ભાવમાં સતત બીજા દિવસે કડાકો, જાણો નવી કિંમત

નવી દિલ્હીઃ Gold Price 18th May:સોના-ચાંદીના ભાવમાં તેજીના માહોલ બાદ હવે સતત ઘટાડો થઈ રહ્યો છે. બંને કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાનો ફાયદો લોકોને મળી રહ્યો છે. રેકોર્ડ લેવલ પર પહોંચ્યા બાદ સોનું હવે 61 હજારની નીચે પહોંચી ગયું છે. આ રીતે ચાંદીની કિંમત 72 હજારની નીચે ચાલી રહી છે. ગુરૂવારે સોની બજારમાં ફરી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. બીજીતરફ મલ્ટી-કોમોડિટી એક્સચેન્જમાં પણ ઘટાડાનો ટ્રેન્ડ છે. 

65,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જશે સોનું!
સોના-તાંદીથી બનેલી જ્વેલરી ખરીદવાનો પ્લાન કરનારને આ સમયે ફાયદો થશે. એટલે કે તમારે ઓછા રૂપિયાનો ખર્ચ કરવો પડશે. ગુરૂવારે મલ્ટી-કોમોડિટી એક્સચેન્જમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. સોના-ચાંદીની કિંમત છેલ્લા કેટલાક દિવસમાં રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ હતી. જાણકારોનું અનુમાન છે કે આ વખતે દીવાળીની સીઝનમાં ગોલ્ડનો ભાવ વધીને 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. આ રીતે ચાંદીનો ભાવ 80 હજાર રૂપિયા સુધી જવાની સંભાવના છે. 

MCX પર બજારમાં મિશ્રિત વલણ
મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ પર ગુરૂવારે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. ગુરૂવારે  MCX પર ચાંદી 350 રૂપિયા ઘટીને 72312 રૂપિયા પ્રતિ કિલો અને સોનું 90 રૂપિયા તૂટીને 60055 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું હતું. આ પહેલા બુધવારે સોનું 60145 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 72658 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 

સોની બજારમાં ઘટાડો જારી
સોની બજારની કિંમત દરરોજ  https://ibjarates.com તરફથી જારી કરવામાં આવે છે. ગુરૂવારે જારી રેટ અનુસાર સોનું 134 રૂપિયાથી ઘટી 60512 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. આ રીતે ચાંદીમાં પણ 63 રૂપિયાનો ઘટાડો થયો હતો. ચાંદી 71745 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. આ પહેલાં બુધવારે ચાંદીનો ભાવ 71808 રૂપિયા અને સોનું 60646 રૂપિયા પર બંધ થયું હતું. 

ગુરૂવારે 23 કેરેટ ગોલ્ડની કિંમત સોની બજારમાં  60270, 22 કેરેટ ગોલ્ડની કિંમત 55429 રૂપિયા અને 20 કેરેટ ગોલ્ડની કિંમત 45384 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ઘટાડાનો સિલસિલો ચાલી રહ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news