સિદ્ધારમૈયાનો PM Modiને પડકાર, યેદિયુરપ્પાની ઉપલબ્ધિઓ પર 15 મિનિટ બોલીને દેખાડો
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચીઠ્ઠી વગર 15 મિનિટ બોલવાનો પડકાર આપ્યો હતો. આ પડકાર પર સિદ્ધારમૈયાએ પલટવાર કર્યો છે.
બેંગલુરૂઃ કર્ણાટકમાં ચૂંટણીનો જંગ તેજ થતો જાય છે. રાજકીય પક્ષો દ્વારા એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો સિલસિલો ચાલુ છે. જુબાની જંગમાં પક્ષ પોતાના વિરોધિઓ સામે નવા-નવા પડકાર રજૂ કરી રહ્યાં છે. પહેલા વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને ચીઠ્ઠી વગર 15 મિનિટ બોલવાનો પડકાર આપ્યો હતો. પીએમ મોદીના આ પડકાર પર કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધારમૈયાએ પલટવાર કર્યો છે. તેણે વડાપ્રધાન સામે પડકારનો એક નવો હુમલો કરતા કહ્યું કે પીએમ મોદી કર્ણાટકમાં યેદિયુરપ્પા સરકારની ઉપલબ્દિઓ પર 15 મિનિટ બોલી દેખાડે. સિદ્ધારમૈયાએ કહ્યું કે ભલે વડાપ્રધાન ઉપલબ્ધિઓ માટે કાગળ પર લખેલા ભાષણનો ઉપયોગ કરી શકે છે.
સિદ્ધારમૈયાએ કહ્યું કે ભાજપના મુખ્યપ્રધાનનો ચહેરો યેદિયુરપ્પાના ખાતામાં ભ્રષ્ટાચાર સિવાય બીજું કશું નથી. તેણે કહ્યું કે, ભ્રષ્ટાચારને કારણે કર્ણાટકમાંથી ભાજપ સત્તામાંથી બહાર થયું હતું.
પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાની પ્રશંસા કરવા પર પણ સિદ્ધારમૈયાએ વડાપ્રધાન મોદી પર કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાને લઈને વડાપ્રધાન મોદીના મનમાં તેમના ઉભરેલો પ્રેમ નથી, માત્ર સત્તાની લાલતમાં કરેલી એક ગુપ્ત સમજુતી છે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદીએ થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, તે દેવગૌડાને રિટાયરમેન્ટ હોમ મોકલી દેશે. સિદ્ધારમૈયાએ કહ્યું, અમે પહેલા જ કહેતા હતા કે જેડીએસ સંઘનો એક ભાગ છે.
વડાપ્રધાને આપી હતી ચેલેન્જ
એક મે, મંગળવારે કર્ણાટકમાં પોતાના ચૂંટણી પ્રચારના શ્રીગણેસ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકરેલીમાં કોંગ્રેસને કઠઘરામાં ઉભી કરી અને રાહુલ ગાંધીને ચેલેન્જ આપી. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ પડકાર આપ્યો હતો કે તે સંસદમાં બોલશે તો વડાપ્રધાન ઉભા નહીં થઈ શકે. અમે તમારી સાથે બેસી શકીશું નહીં કારણ કે તમે નામદાર છો અને અમે કામદાર, અમારી એટલી તાકાત નથી કે અમે નામદાર લોકોની સામે બેસીએ.
તેમણે કહ્યું, રાહુલ ગાંધી ખરેખર ચેલેન્જ આપવા ઈચ્છે છે તો પહેલા પોતે કાગળ વગર 15 મિનિટ બોલીને બતાવે. કર્ણાટક ચૂંટણીમાં રાહુલ ગાંધી જે પણ રેલીઓ કરી રહ્યાં છે, તેમાં રાજ્ય સરકારની સિદ્ધિઓ ગણાવો તે પણ કાગળમાં વાચ્યા વિના.