INX મીડિયા કેસ: ઇન્દ્રાણી મુખર્જી બની સરકારી સાક્ષી, પી. ચિદમ્બરમ પણ આ કેસમાં આરોપી
હાઇ પ્રોફાઇલ આઇએનએક્સ મીડિયા કેસમાં ઇન્દ્રાણી મુખર્જીએ સરકારી સાક્ષી બનવાની માગ કરી છે જેને કોર્ટે સ્વીકારી છે. ઇન્દ્રાણી મુખર્જીએ પોતે આ કેસમાં સરકારી સાક્ષી બનાવ માટે કોર્ટમાં અરજી કરી હતી.
નવી દિલ્હી: હાઇ પ્રોફાઇલ આઇએનએક્સ મીડિયા કેસમાં ઇન્દ્રાણી મુખર્જીએ સરકારી સાક્ષી બનવાની માગ કરી છે જેને કોર્ટે સ્વીકારી છે. ઇન્દ્રાણી મુખર્જીએ પોતે આ કેસમાં સરકારી સાક્ષી બનાવ માટે કોર્ટમાં અરજી કરી હતી. ઇન્દ્રાણી મુખર્જી આઇએનએક્સ મીડિયાની પૂર્વ ડિરેક્ટર છે. તમને જણાવી દઇએ કે આ કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ આરોપી છે.
વધુમાં વાંચો:- RSS માનહાનિ કેસ: કોર્ટમાં રાહુલ ગાંધીએ કહ્યું- ‘હું નિર્દોષ છું’, મળ્યા અગોતરા જામીન
આ પહેલા ભ્રષ્ટાચારના આ કેસમાં ઇન્દ્રાણી મુખર્જીની સરકારી સાક્ષી બનવાની અરજીને સીબીઆઇનું સમર્થન મળ્યું હતું. સીબીઆઇની દલીલ છે કે, તેનાથી આ કેસમાં પુરાવાઓને મજબૂતી મળશે.
કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે નેતાઓની થશે બેઠક, CWC મીટિંગનો દિવસ થશે નક્કી
સીબીઆઇ અને ઇડીની તપાસમાં એવું જાણવા મળ્યું કે, વિદેશી રોકાણ સંવર્ધન બોર્ડથી મંજૂરી અપાવવા માટે આઇએનએક્સ મીડિયાના નિયામક પીટર મુખર્જી અને ઇન્દ્રાણી મુખર્જીએ પી. ચિદમ્બરમ સાથે મુલાકાત કરી હતી. જેનાથી વિદેશ રોકાણ સંવર્ધન બોર્ડથી મંજૂરીમાં કોઇ વિંલબ ના થાય. તમને જણાવી દઇએ કે ઇન્દ્રાણી મુખર્જી મુંબઇની ભાયખલા જેલમાં તેમની પુત્રી શીના બોરાના હત્યા કેસમાં સજા ભોગવી રહી છે.
જુઓ Live TV:-