નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વકીલ કપિલ સિબ્બલ રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસથી અંતર બનાવી લીધું છે. મુસ્લિમ પક્ષ તરફથી સમર્થન કરી રહેલા કપિલ સિબ્બલ ગત કેટલીક સુનવણીઓમાં સુપ્રીમ કોર્ટમાં હાજર થયા નથી. આ વાતથી આ સંબંધમાં એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે કપિલ સિબ્બલ હવે આ કેસથી દૂર થઇ રહ્યાં છે. ધ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાના એક અહેવાલમાં આ વાતના કયાસ લગાવવામાં આવી રહ્યાં છે કે શક્ય છે કે કોંગ્રેસે કપિલ સિબ્બલને આ કેસથી દૂર રહેવા માટે કહ્યું છે. ત્યારબાદથી તેમણે આ કેસથી અંતર બનાવવાનું શરૂ કરી દીધું છે. જોકે રિપોર્ટ અનુસાર મુસ્લિમ પક્ષકારોનું કહેવું છે કે તેમણે અસ્થાઇ રીતે બ્રેક લીધો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમનું એ પણ કહેવું છે કે કેસમાં જ્યારે સંવૈધાનિક મુદ્દાઓ પર ચર્ચા થશે તો તે દરમિયાન કપિલ સિબ્બલની જરૂર પડશે. પરંતુ સાથે જ એ પણ કહેવું છે કે તેમને એવી કોઇ જાણકારી નથી કે કોંગ્રેસે સિબ્બલને કેસથી અલગ થવા માટે કહ્યું છે. આ સંબંધમાં ઓલ ઇન્ડીયા મુસ્લિમ પસર્નલ લો બોર્ડ (એઆઇએમપીએલબી)ના સભ્ય અને વકીલ જફરયાબ જિલાનીએ ધ ટાઇમ્સ ઓફ ઇન્ડીયાને કહ્યું કે 'સંવૈધાનિક મુદ્દાઓ પર અમારે કપિલ સિબ્બલની જરૂર છે. જોકે કેસની આ સ્ટેજ બાદ જશે અને છ એપ્રિલના રોજ આગામી સુનાવણીમાં હાલ આમ થઇ રહ્યું નથી. હાલ રાજીવ ધવન આ પક્ષ વતી કેસની પેરવી કરશે. 


જોકે હજુ સ્પષ્ટ નથી કે કપિલ સિબ્બલ ભવિષ્યમાં મુસ્લિમ પક્ષનું સમર્થન કરશે કે નહી? એવામાં કેસ બાદ સ્ટેજમાં જઇને ખબર પડશે કે તે હજુપણ કેસ સાથે જોડાયેલા છે કે નહી. કપિલ સિબ્બલ બાબરી કેસમાં સૌથી જૂના પક્ષકારન વકીલ છે. 


ગુજરાત ચૂંટણી દરમિયાન કપિલ સિબ્બલની મુસ્લિમ પક્ષના સમર્થન કરવાનો વિવાદ ઉભો થયો હતો. જોકે તે દરમિયાન સુનાવણી કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે ભાજપે આ મુદ્દે આધાર પર ચૂંટણીનો ફાયદો લઇ શકે છે. જોકે 2019ની ચૂંટણી બાદ તેની સુનાવણી થશે. આ વાતને ગુજરાત ચૂંટણીમાં ભાજપે જોર આપ્યું હતું અને પીએમ મોદીએ કોંગ્રેસ પર હુમલો બોલતાં સવાલ કર્યો હતો કે શું કોંગ્રેસનો આ આધિકારીક પક્ષ છે? હવે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આગામી કર્ણાટક ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસે આમ કર્યું છે. તેને એ વાત સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલાં સોનિયા ગાંધીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે ભાજપ, કોંગ્રેસને મુસ્લિમ પાર્ટીના રૂપમાં બતાવવામાં સફળ રહી છે. 


એકવાર મસ્જિદ બની જાય તો અલ્લાહની સંપત્તિ
આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં 23 માર્ચના રોજ અયોધ્યા મુદ્દે સુનાવણી દરમિયાન બાબરી મસ્જિદના પક્ષકારો તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ રાજીવ ધવને 1994ના ઇસ્માઇલ ફારૂખીના નિર્ણય પર ફરીથી વિચારની માંગ કરી. તેમણે કહ્યું કે આ નિર્ણયમાં મસ્જિદને ઇસ્લામનો અનિવાર્ય ભાગ ગણવામાં આવ્યો નથી. રાજીવ ધવને કહ્યું કે ઇસ્લામ હેઠળ મસ્જિદનું ખૂબ મહત્વ છે, જો ફરી એકવાર મસ્જિદ બની જાય તો તે અલ્લાહની સપંત્તિ ગણવામાં આવશે. તેને તોડી ન શકાય. બાબરી પક્ષકારોના વકીલે કહ્યું કે ખુદ પૈગંબર મોહમંદે મદીનાથી 30 કીમી દૂર મસ્જિદ બનાવી હતી. ઇસ્લામમાં તેના અનુયાયીઓ માટે મસ્જિદ જવું અનિવાર્ય ગણવામાં આવે છે. 


રાજીવ ધવને સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે એમ કહી દેજો કે આ જગ્યા (અયોધ્યામાં વિવાદિત સ્થળ પર) કોઇ મસ્જિદ ન હતી, તેનાથી કંઇ થતું નથી. આ કોણે આદેશ આપ્યો કે ત્યાં નમાજ પઢી ન શકાય. હવે કેસની આગામી સુનાવણી એપ્રિલમાં થશે.