SPG સુરક્ષા બિલ લોકસભામાં રજુ, પૂર્વ PMના પરિવારને નહીં મળે એસપીજી સુરક્ષા
કેન્દ્ર સરકારે લોકસભામાં એસપીજી સુરક્ષા બિલ રજુ કર્યું છે. આ નવા બિલ મુજબ હવે પૂર્વ વડાપ્રધાનના પરિવારને એસપીજી સુરક્ષા અપાશે નહીં. હાલના પીએમના પરિવારને એસપીજી સુરક્ષા ત્યારે જ મળશે જ્યારે તેઓ વડાપ્રધાન સાથે તેમના સરકારી નિવાસ સ્થાને રહેતા હોય.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે લોકસભામાં(Loksabha) એસપીજી(SPG) સુરક્ષા બિલ રજુ કર્યું છે. આ નવા બિલ મુજબ હવે પૂર્વ વડાપ્રધાન(Prime Minister) ના પરિવારને એસપીજી સુરક્ષા અપાશે નહીં. હાલના પીએમના પરિવારને એસપીજી સુરક્ષા ત્યારે જ મળશે જ્યારે તેઓ વડાપ્રધાન સાથે તેમના સરકારી નિવાસ સ્થાને રહેતા હોય. પૂર્વ પીએમ અને તેમના પરિવારને પાંચ વર્ષ સુધી એસપીજી સુરક્ષા અપાશે. પરંતુ પૂર્વ પીએમના પરિવારને તો ત્યારે જ આ સુરક્ષા મળશે જ્યારે તેઓ પૂર્વ પીએમની સાથે રહેતા હોય.
અજિત પવાર BJPની સાથે, છતાં શરદ પવાર કેમ NCPમાંથી નથી કરતા હકાલપટ્ટી? આ રહ્યાં 2 મુખ્ય કારણ
નોંધનીય છે કે કેન્દ્ર સરકાર ગાંધી પરિવારનું એસપીજી કવર પાછું ખેંચી ચૂકી છે. આથી એસપીજી બિલ હાલના ઘટનાક્રમોને ધ્યાનમાં લેતા ખુબ જ મહત્વપૂર્ણ છે. ગાંધી પરિવારમાં સોનિયા ગાંધી(Sonia Gandhi), તેમના પુત્ર રાહુલ ગાંધી(Rahul Gandhi) અને તેમની પુત્રી પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) વાડ્રાને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા બાદથી એસપીજી સુરક્ષા કવર મળેલુ હતું.
NCP નો દાવો, 'અજિત પવારની પાસે ફક્ત એક ધારાસભ્ય, 52 MLAs અમારી સાથે'
આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ(Manmohan Singh)ને પણ એસપીજી સુરક્ષા અપાઈ હતી. પરંતુ સુરક્ષા સમીક્ષા બાદ તમામને આપેલી એસપીજી સુરક્ષા પાછી ખેંચવામાં આવી હતી. કોંગ્રેસે એસપીજી સુરક્ષા હટાવવાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે(Congress) આ મુદ્દો સંસદમાં પણ ઉઠાવ્યો હતો અને રસ્તાઓ ઉપર પણ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube