SPG સુરક્ષા હવે ફક્ત વડાપ્રધાનને જ મળશે, પૂર્વ PMના પરિવારને ફક્ત 5 વર્ષ: અમિત શાહ
SPG Bill: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં આજે એસપીજી સંશોધન બિલ રજુ કર્યું. ગૃહ મંત્રીએ કહ્યું કે એસપીજી બિલમાં એક પરિવાર મુજબ ફેરબદલ નથી કરાયા પરંતુ વડાપ્રધાનની સુરક્ષા પ્રમાણે ફેરફાર કરાયા છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતશાહે (Amit Shah) લોકસભામાં આજે એસપીજી(SPG Bill) સંશોધન બિલ રજુ કર્યું. ગૃહ મંત્રીએ કહ્યું કે એસપીજી બિલમાં એક પરિવાર મુજબ ફેરબદલ નથી કરાયા પરંતુ વડાપ્રધાનની સુરક્ષા પ્રમાણે ફેરફાર કરાયા છે. કોંગ્રેસ (Congress) સાંસદો તરફથી ઉઠાવવામાં આવી રહેલા સવાલોના જવાબ આપતા શાહે કહ્યું કે બાકીના વડાપ્રધાન પર ચિંતા વ્યક્ત નથી કરતા બધા પરંતુ તમે ફક્ત એક પરિવાર(Gandhi Family) માટે ચિંતા કરો છો. તેમણે કહ્યું કે એસીપીજી બિલમાં સંશોધનની અસર વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) ઉપર પણ પડશે.
Maharashtra: અમિત શાહે તોડ્યું મૌન, કહ્યું- 'સોનિયા અને શરદ પવારે સત્તા માટે કરી સોદાબાજી'
શરૂઆતમાં એસપીજી એક એક્ઝિક્યુટિવ ઓર્ડર હેઠળ કામ કરતી હતી. ત્યારબાદ એક કાયદો ઘડાયો અને પછી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ કામ કરવા લાગ્યું. શાહે કહ્યું કે હવે ફક્ત હાલના વડાપ્રધાનને જ આ સુરક્ષા મળશે. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાનના પરિવારને 5 વર્ષ સુધી આ સુવિધા મળશે.
જેને ગાંધી પરિવાર બાપીકી મિલ્કત સમજતું હતું તે SPG સુરક્ષા હટાવશે મોદી સરકાર
અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે ગાંધી પરિવારને આપેલું એસપીજી કવર પાછું ખેંચ્યું છે. આથી એસપીજી બિલ હાલના ઘટનાક્રમોને ધ્યાનમાં રાખતા ખુબ જ મહત્વપૂર્ણ છે. ગાંધી પરિવારમાં સોનિયા ગાંધી(Sonia Gandhi), તેમના પુત્ર રાહુલ ગાંધી (Rahul Gandhi) અને પુત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા પછીથી એસપીજી સુરક્ષા કવર મળેલુ હતું. આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ (Manmohan Singh) ને પણ એસપીજી સુરક્ષા અપાયેલી હતી પરંતુ સુરક્ષા સમીક્ષા બાદ તમામ પાસેથી એસપીજી સુરક્ષા પાછી ખેંચાઈ.
આ VIDEO પણ જુઓ...
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube