જેને ગાંધી પરિવાર બાપીકી મિલ્કત સમજતું હતું તે SPG સુરક્ષા હટાવશે મોદી સરકાર

વર્ષોથી પોતાની જાગીર સમજીને જે SPG સુરક્ષાને ગાંધી પરિવાર વાપરતો હતો તે સુરક્ષા એજન્સીઓનાં ઇનપુટ બાદ સરકાર હટાવવાની તૈયારીમાં છે

જેને ગાંધી પરિવાર બાપીકી મિલ્કત સમજતું હતું તે SPG સુરક્ષા હટાવશે મોદી સરકાર

નવી દિલ્હી : ગાંધી પરિવાર અંગેના એક સમાચાર સામે આવ્યા છે. મોદી સરકાર દ્વારા ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી છે. સુત્રો પાસેથી આવી રહેલા સમાચાર અનુસાર ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા ઘેરો હટાવવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં એસપીજીનાં બદલે માત્ર Z+ સુરક્ષા જ આપવામાં આવશે. કોંગ્રેસે મોદી સરકારનાં આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા તેને એક કાવત્રું ગણાવ્યું હતું. કોંગ્રેસનું કહેવું છે કે આ નિર્ણય પાછળ આરએસએસની મંશા કામ કરી રહી છે. 

હવે માત્ર વડાપ્રધાનને જ મળશે એસપીજી સુરક્ષા
હવે ગાંધી પરિવારની સુરક્ષામાં Z+ શ્રેણી રહેશે અને સીઆરપીએફના કમાન્ડોની સુરક્ષા ડ્યુટીમાં રહેશે. આ મહત્વનો નિર્ણય ગૃહમંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠકમાં લેવામાં આવ્યો છે. જેનો અર્થ છે કે હવે એસપીજીની સુરક્ષા માત્ર વડાપ્રધાન મોદી પાસે જ રહેશે. કારણ કે આ અગાઉ એસપીજીની સુરક્ષા માત્ર ચાર લોકોની પાસે હતી. જેમાં વડાપ્રધાન મોદીની સાથે સાથે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નામનો પણ સમાવેશ થાય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, આ તમામ નિર્ણય સુરક્ષા એજન્સીઓ પાસેથી મળતા ઇનપુટ્સનાં આધારે લેવામાં આવ્યો છે. સુત્રો અનુસાર ગત્ત થોડા સમયમાં ગાંધી પરિવાર કોઇ પણ પ્રકારનો હુમલો કે ધમકીની આશંકા નથી જેના કારણે સરકાર દ્વારા આ સુરક્ષાને ઘટાડી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

અગાઉ મનમોહન સિંહની સુરક્ષા ઘટી હતી.
પૂર્વ વડાપ્રધાનોએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા સમયાંતરે કરવામાં આવે છે અને જો જરૂર હોય તેના આધારે સુરક્ષા વધારવામાં કે ઘટાડવામાં આવે છે. આ અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની સુરક્ષામાંથી પણ એસપીજી જવાનો હટાવી લેવાયા હતા. તેમને સીઆરપીએફની Z+ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. 

આવી હોય છે એસપીજી સુરક્ષા
એસપીજી ખુબ જ પ્રોફેશનલ એકમ છે અને તે આધુનિક ઉપકરણો, વાહનોથી લેસ છે. એસપીજીની ટીમમાં સ્નાઇપર્સ, બોમ્બ ડિફ્યુઝન સ્કવોર્ડના નિષ્ણાંતો પણ હોય છે. આ જવાનો વીવીઆઇપી સુરક્ષામાં વ્યક્તિ સાથે પડછાયાની જેમ રહે છે. એસપીજી કમાંડો પાસે અત્યાધુનિક રાઇફલ્સ, અંધારમાં જોઇ શકાય તેવા ચશ્મા, સંચારનાં અત્યાધુનિક વાહનો હોય છે. એસપીજીની પાસે BMW7  સીરીઝની બખ્તરબંધ ગાડીઓ હોય છે. રેંજ રોવર્સ, બીએમડબલ્યુની એસયુવી, ટોયોટા અને ટાટાની પણ બખ્તરબંધ ગાડીઓ હોય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news