નવી દિલ્હી: દેશભરમાંથી છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 57,982 દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ હવે આ ઘાતક વાયરસથી અત્યાર સુધી સંક્રમિત થયેલા લોકોની કુલ સંખ્યા વધીને 26,47,663 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના 941 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે કુલ મૃત્યુનો આંકડો વધીને 50,921 થઈ ગયો છે. જો કે દેશમાં 19,19,843 લોકોએ કોરોનાને માત આપી છે. જ્યારે 6,76,900 લોકો હજુ સારવાર હેઠળ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Virus વિશે અત્યાર સુધી ખબર જ નહતી આ વાત, ખુલાસા બાદ હવે સારવારમાં મળશે મોટી મદદ 


ICMRના જણાવ્યાં મુજબ દેશમાં 16 ઓગસ્ટ સુધીમાં કુલ 3,00,41,400 નમૂનાનું પરિક્ષણ થયું છે. જેમાંથી 7,31,697 નમૂના રવિવારે પરિક્ષણ કરાયા. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સરેરાશ 7થી 8 લાખ નમૂનાનું પરિક્ષણ થઈ રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશભરમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ વધીને 72.51 ટકા થઈ ગયો છે. 


COVAXIN: દેશી કોરોના રસી પર આવ્યા મોટા ખુશખબર, જાણીને ઉછળી પડશો


મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોરોનાથી ઠીક થનારાનો દર હવે 90.15 ટકા થયો છે. દાવો છે કે જેટલા પણ લોકો દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે તેમાંથી 90 ટકાથી વધુ લોકો સાજા થઈ રહ્યાં છે. હવે દિલ્હીમાં કોરોના સંક્રમણનો દર 6.08 ટકા થયો છે. દિલ્હીમાં હાલ કોરોના સંક્રમિત દર્દીઓમાંથી ફક્ત 7.09 ટકા જ સક્રિય છે. દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓનો દર 2.75 ટકા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube