બેંગલુરુઃ સિદ્ધગંગા મઠના પ્રમુખ શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીનું 111 વર્ષની વયમાં સોમવારે નિધન થઈ ગયું છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીના અનુસાર શિવકુમાર સ્વામીજીએ સવારે 11.44 કલાકે અંતિમ શ્વાસ લીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓએ સ્વામીજીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ દિવસનો રાજીકીય શોક 
સ્વામીજીના નિધન બાદ કર્ણાટક સરકાર તરફથી ત્રણ દિવસના રાજકીય શોકની જાહેરાત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, સ્વામીજીના અંતિમ સંસ્કાર મંગળવારે બેંગલુરુમાં કરવામાં આવશે. મંગળવારે તમામ સ્કૂલ, કોલેજો અને સરકારી કચેરીઓમાં રજા રહેશે. 


ચોંકાવનારો અહેવાલ: અત્યારથી નહી વિચારીએ તો 2050 સુધીમાં ખાવાના પણ ફાંફા પડશે !


નેતાઓએ પોતાના કાર્યક્રમ રદ્દ કર્યા
સ્વામીજીના નિધન બાદ રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ ડેપ્યુટી સીએમ જી. પરમેશ્વર, ગૃહમંત્રી એમ.બી. પાટિલ અને જિલ્લા વહીવટીતંત્રની બેઠક બોલાવી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ બી.એસ. યેદીયુરપ્પા, કેન્દ્રીય મંત્રી ડી.વી. સદાનંદ ગૌડા અને ભાજપના સાંસદ શોભા કરંદલાજે પણ પોતાના નિર્ધારિત કાર્યક્રમો રદ્દ કરીને સિદ્ધગંગા મઠ પહોંચ્યા છે. વીવીઆઈપીના આગમન માટે મઠની નજીકમાં એક હેલિપેડ બનાવાયું છે. 


પ્રથમ વખત પ્રજાસત્તાક દિવસે ફેસિયલ રિકગ્નિશન કેમેરાથી આતંકવાદીઓ પર રખાશે નજર


ભારતના વધુ સમાચાર જાણવા અહીં ક્લિક કરો...