શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે એક સંયુક્ત ઓપરેશનમાં હિઝબુલ મુઝાહિદીનના ટોપ કમાન્ડર અને A++ કેટેગરીના આતંકી સૈફુલ્લાહને ઠાર કરી દીધો છે. આ અથડામણ શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં થઈ છે, ત્યારબાદ સેનાએ અહીં મોટા પાયે જવાનોની તૈનાતી કરી છે. પરંતુ સૈફુલ્લાહના માર્યા જવા અને તેની ઓળખને લઈને જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાએ સત્તાવાર રીતે કોઈ નિવેદન જારી કર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત જાણકારી અનુસાર જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાને શ્રીનગરના રંગરેથ વિસ્તારમાં હિઝબુલના બે ટોપ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ઇનપુટ્સના આધાર પર અહીં સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ-કાશ્મીર પોલીસની એસઓજી અને સીઆરપીએફના જવાનોએ સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું. શરૂઆતી એનકાઉન્ટર દરમિયાન ઉપદ્રવિઓએ અહીં હિંસક પ્રદર્શન કરી ઓપરેશનમાં વિઘ્ન પાડવાનો પ્રયાસ કર્યો. તેના જવાબમાં સીઆરપીએફે ટીયર ગેસના સેલ છોડીને બધાને ભગાડ્યા હતા. 


યોગી બાદ હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજ બોલ્યા- 'લવ જેહાદ વિરુદ્ધ કાયદો લાવીશું'

નાઇકૂ બાદ સંભાળી હિઝબુલની કમાન
ડો. સૈફુલ્લાહ ઉર્ફે ગાઝી હૈદર મૂળ રૂપથી પુલવામાના મંગલપોરા વિસ્તારનો નિવાસી છે. તે હિઝબુલના ચીફ સૈયદ સલાહુદ્દીનના કહેવા પર કાશ્મીરમાં આતંકી ષડયંત્ર રચી રહ્યો હતો. રિયાઝ નાઇકૂના મોત બાદ સૈફુલ્લાહે કાશ્મીરમાં હિઝબુલની કમાન સંભાળી હતી. આ સિવાય તે પૂર્વમાં હથિયાર લૂટ, આઈઈડી હુમલો અને સુરક્ષાદળોના કાફલા પર ટેરર એટેકની ઘણી ઘટનાઓમાં સામેલ હતો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube