નવી દિલ્હી: 2017માં થયેલી SSC પરિક્ષા મામલે આજે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી કરવામાં આવી છે. બધા પક્ષોની વાત સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘2017ની SSC પરિક્ષાને રદ કરી ફરીથી પરિક્ષા લેવામાં આવી જોઇએ.’ કોર્ટે કેન્દ્ર સરકારને આડે હાથ લઇ આ મુદ્દા પર જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે તેઓ આ સમગ્ર મામલાની એક રિપોર્ટ તૈયાર કરે કે ભૂલ ક્યાં અને કોનાથી થઇ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિર વિવાદ: અયોધ્યા કેસની સુનાવણીની ટળી, આગામી વર્ષે જાન્યુઆરીમાં સુનાવણી થશે


સુપ્રીમ કોર્ટે રિઝલ જાહેર કરવા પર લગાવી હતી રોક
તમને જણાવી દઇએ કે આ વર્ષે ઓગ્સ્ટ મહિનામાં સુપ્રી કોર્ટે એસએસસી સંયુક્ત સ્નાતક સ્તર પરીક્ષા 2017 (SSC CGL) અને એસએસસી સંયુક્ત ઉચ્ચતર માધ્યમિક સ્તર પરિક્ષા 2017 (SSC Combined Senior Secondary Level Exams 2017)નું રિઝલ્ટ જાહેર કરવા પર રોક લગાવી હતી. મુખ્ય કોર્ટે કહ્યું કે, પ્રથમ નજરમાં સંપૂર્ણ એસએસસી પરિક્ષા પ્રક્રિયા અને પરિક્ષાઓ નિષ્ક્રિય જોવા મળી રહી છે.


વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિરના મહંત બોલ્યા: અમને માત્ર ભગવાન પર વિશ્વાસ, કોઇ વ્યક્તિ પર નહીં


સાત દિવસ સુધી ચાલ્યું હતું પ્રદર્શન
તમને જણાવી દઇએ કે  આ વર્ષે પરિક્ષા આપનારા હજારો પરિક્ષાર્થીઓએ એસએસસી એક્ઝામમાં નકલ કરાવવાનો આરોપ લગાવી સીબીઆઇ તપાસની માંગ કરી હતી. પરિક્ષાર્થીઓની માંગથી 17થી 22 ફેબ્રુઆરી 2018ની વચ્ચે થયેલા બધા જ પેપરની સીબીઆઇ તપાસ કરે. સાત દિવસ સુધી ચાલેલા પરિક્ષાર્થીઓના પ્રદર્શન બાદ માર્ચમાં કેન્દ્ર સરકારે સીબીઆઇ તપાસની માંગને સ્વિકારી હતી. સીબીઆઇએ તેમની તપાસના આધારે મે મહિનામાં 17 લોકો સામે એફઆઇઆર નોંધી હતી. જે લોકોના સામે એફઆઇઆર નોંધઇ હતી તેમાં 10 કર્મચારીઓ સિફી ટેક્નોલોજી પ્રાઇવેટ લિમિટેડના પણ હતા. તપાસમાં સિફી ટેક્નોલોજીના પેપરનો કેસમાં જોડાયા હોવાનો સામે આવ્યું હતું.


વાંચવા માટે ક્લિક કરો: રામ મંદિરના નિર્ણય પર ડિસેમ્બરમાં પુન:વિચાર અરજી લાવીશ: સુબ્રમણ્યમ સ્વામી


પરિક્ષાથી 20 મીનિટ પહેલા જ વાયરલ થયું પ્રશ્નપત્ર
સીબીઆઇની તપાસમાં જાણાવા મળ્યું કે એસએસસીની રીજીએલ ટિયર-2ની પરિત્રા 17 ફેબ્રુઆરી 2018થી 22 ફેબ્રુઆરી 2018ની વચ્ચે બે બેન્ચમાં થવાની હતી. પહેલી બેન્ચની પરિક્ષાનો સમય સવારે 10:30 અને બીજી બેન્ચની પરિક્ષાનો સમય બપોર 2:30 વાગ્યાનો હતો. 21 ફેબ્રુઆરી 2018ની પરિક્ષા માટે ચેન્નાઇ સ્થિત સિફી ટેક્નોલોજીના હેડક્વાટરથી મુંબઇ સ્થિત ડાયા સેન્ટરથી સવારે 9:30 વાગ્યાથી સવારે 10 વાગ્યા વચ્ચે બધા પ્રશ્નપત્રોની પરિક્ષા સેન્ટરની સ્ટિસ્ટમમાં અપલોડ કરવામાં આવ્યા હતા.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...