Stag Beetle: દુનિયામાં લાખો પ્રકારના કીડા હોય છે. આ કીડા કદમાં ભલે નાના હોય પરંતુ આપણા પર્યાવરણીય ચક્ર માટે તેઓ ખૂબ જ મહત્વના છે. એમાંથી પણ એક કીડો એવો છે જેની કિંમતમાં નાના શહેરમાં એક બંગલો આવી દાય છે. માત્ર 2 ઈંચ લાંબો આ કીડો કેટવાર વર્ષો પહેલા લાખો રૂપિયામાં વેચાયો હતો. જાપાનના એક વ્યક્તિએ આ કીડાને વેચ્યો હતો. અને તે પણ 89 હજાર ડૉલરમાં. હવે તેની ભારતીય રૂપિયામાં કિંમત ગણો તો થાય 72 લાખ રૂપિયાથી પણ વધારે. મળતી માહિતી પ્રમાણે આ કીડો ધરતી પર રહેલો સૌથી નાનો દુર્લભ પ્રજાતિનો કીડો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


'જેટલું કિચડ ઉછાળશો એટલું જ કમળ ખીલશે', પીએમ મોદીનો વિપક્ષ પર પ્રહાર 
સરકારી ઘર પર અડિંગો જમાવીને બિલ ન ભરતા પૂર્વ ધારાસભ્યોને નહીં મળે પગાર!
જો તમે 15 વર્ષ જૂનું વાહન વાપરતા હોવ તો સાવધાન થઈ જાઓ...


આ કીડાને સ્ટેગ બીટલના નામે ઓળખવામાં આવે છે. જે લુકાનિડે ફેમિલીનો છે. આ પ્રકારના કીડાની લગભગ 1200 પ્રજાતિ છે. લોકો તેને પામવા માટે લાખો કે કરોડો રૂપિયા ખર્ચ કરી દે છે. પરંતુ તેને પાળવો મુશ્કેલ છે. અમીરો માટે પણ આ આસાન નથી. જેની પાસે આ કીડો હોય છે અને તેને વેચીને કરોડપતિ બની શકાય છે. આ કીડો આટલો મોંઘો એટલા માટે છે કારણ કે તેનો ઉપયોગ દુર્લભ બીમારીઓના ઈલાજની દવાઓ બનાવવામાં થાય છે. જેના કારણે તે બેશકિંમતી છે. જો કે, પર્યાવણરના જાણકારોના કહેવા પ્રમાણે આ કીડો વિલુપ્ત થવાના આરે છે.


સ્ટેગ બીટલ સડતા લાકડાઓને ખાય જાય છે. તે ફળોનો રસ, વૃક્ષનો રસ અને પાણી પીને જીવિત રહે છે. તેની જીભ નારંગી રંગની હોય છે. વયસ્ક બીટલ નક્કર લાકડું નથી ખાય શકતો. આ કીડાની ઉંમર માત્ર સાત વર્ષની હોય છે અને જન્મ્યાના કેટલાક જ સમયમાં જ તે વયસ્ક થઈ જાય છે. આ કીડો ગરમ ક્ષેત્રોમાં જ રહી શકે છે. ઠંડા ક્ષેત્રમાં રહે તો તેનું મૃત્યુ થઈ જાય છે.


આ પણ વાંચો:


પાકિસ્તાનમાં અહીં ગુજરાતી ભોજન માટે લાગે છે લાઈનો, અનેક સેલિબ્રિટીએ માણ્યો છે સ્વાદ!
બાલા...બાલા...કરવાની જરૂર નથી, એક્સપર્ટની આ ઇઝી ટિપ્સ અજમાવો નહીં પડે ટાલ!
ગેરકાયદેસર રીતે US પહોંચવામાં કેટલો લાગે છે સમય?


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube