નવી દિલ્હી: Statue of Equality Inauguration: નરેન્દ્ર મોદી આજે હૈદ્રાબાદના પ્રવાસે પહોંચ્યા છે. અહીં તે થોડીવારમાં 11 મી સદીના ભક્તિ સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં 216 ફૂટ ઉંચા 'સ્ટેચ્યૂ ઓફ ઇલેક્ટિલિટી' નું અનાવરણ કર્યું હતું. અહીં યજ્ઞશાળામાં પહોંચીને પૂજા-અર્ચના કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોદીએ કહ્યું- ખેડૂતો માટે બેવડી રણનીતિ પર કરી રહ્યા છીએ કામ
કાર્યક્રમમાં મોદીએ કહ્યું, “અમે બેવડી વ્યૂહરચના પર કામ કરી રહ્યા છીએ. એક તરફ અમે જળ સંરક્ષણ દ્વારા નદીઓને જોડીને મોટા વિસ્તારને સિંચાઈ હેઠળ લાવી રહ્યા છીએ. તો બીજી તરફ, અમે ઓછા સિંચાઈવાળા વિસ્તારોમાં પાણીના ઉપયોગની ક્ષમતા માટે માઇક્રો ઇરિગેશન પર ભાર મુકી રહ્યા છીએ. 

ચૂંટણી મેદાનમાં ઉતરશે PM મોદી, 7 ફેબ્રુઆરીની જનસભા માટે તૈયાર કર્યો આ પ્લાન


Zee News Exclusive: બજેટ બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણનો પ્રથમ ઇન્ટરવ્યૂ


ભારતને 2070 સુધી બનાવ્યું નેટ ઝીરોનું લક્ષ્ય
મોદીએ કાર્યક્રમમાં કહ્યું, "ભારતમાં 80-85 ટકા ખેડૂતો નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો માટે આબોહવા પરિવર્તન એક મોટી સમસ્યા બની જાય છે. ભારતે 2070 સુધીમાં નેટ ઝીરોનું લક્ષ્ય નક્કી કર્યું છે. 'લાઇફ સ્ટાઇલ ફોર એનવાયરમેન્ટ' જરૂરને પણ ઉજાગર કરી છે. 


ICRISAT ના કાર્યક્રમમાં મોદીનું સંબોધન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે હૈદરાબાદમાં ઇન્ટરનેશનલ ક્રૉપ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સેમી-એરિડ ટોપિક્સ (ICRISAT) ના કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તેમણે અહીં કહ્યું, “ભારતે આગામી 25 વર્ષ માટે નવા લક્ષ્યો નક્કી કર્યા છે, તેના પર કામ કરવાનું શરૂ કર્યું છે. તેવી જ રીતે, આગામી 25 વર્ષ ICRISAT માટે પણ એટલા જ મહત્વપૂર્ણ છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદી હૈદરાબાદના પાટનચેરુમાં ઇન્ટરનેશનલ ક્રોપ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સેમી-એરીડ ટ્રોપિક્સ (ICRISAT) કેમ્પસમાં એક પ્રદર્શનની મુલાકાત લીધી હતી. અહીં કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે, "આ સ્વતંત્રતાના અમૃત મહોત્સવનું વર્ષ છે. ICRISAT ના પણ 50 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. આ આપણને પ્રેરણા આપનાર અવસર છે, આ આપણા સંકલ્પને પૂર્ણ કરવાનો સમય છે અને 25 વર્ષ માટે નવા સંકલ્પોને લઇને ચાલવાનો સમય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube