Rajasthan : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ જીત પ્રાપ્ત કરી છે. પરંતુ પીએઅ મોદી અને અમિત શાહ જો રાજસ્થાનમાં પણ ગુજરાત ફોર્મૂલા લાગૂ કર્યો તો 30 સાંસદ અને ધારાસભ્યોને ટિકિટ કપાવવાનું નક્કી ગણવામાં આવી રહ્યું છે. રાજસ્થાન ભાજપમાં મુખ્યમંત્રી પદના ઘણા દાવેદાર છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, ભાજપ પ્રદેશાધ્યક્ષ સતીશ પૂનિયા, કેંદ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત સહિત ઘણા નેતા રેસમાં છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરા તો મોટાભગે એ પણ કહે છે કે ભાજપમાં એક ડઝનમાં દાવેદાર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભાજપે યુવાઓને વધુ તક આપી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઇને ડેપ્યુટી સીએમ નિતિન પટેલની ટિકિટ કાપીને ઘરે બેસાડી દીધા. એમ કહેવામાં આવ્યું છે કે આ નેતા યુવાનોનું માર્ગદર્શન કરશે. આ ઉપરાંત ચૂંટણી વર્ષમાં આખી સરકાર બદલી નાખી. જ્યારે વિજય રૂપાણીને સીએમ પદેથી દૂર કરવામાં આવ્યા તો તેમની સાથે આખી કેબિનેટ બદલી દીધી. બધા નવા મંત્રી બનાવવામાં આવ્યા. કેટલાક રાજકીય વિશ્લેષકોએ ચૂંટણી વર્ષમાં આ પ્રયોગ પર પ્રશ્નો ઉભા કર્યા પરંતુ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલી બંપર જીતે મોદી શાહના ફોર્મૂલા પર સફળતાની મોહર લગાવી. 


ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube