નવી દિલ્હી : બિહારની રાજધાની પટનાની મોટી હોસ્પિટલ નાલંદા મેડિકલ કોલેજ હોસ્પિટલના નશા મુક્તિ કેન્દ્રની આસપાસ વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું છે. અહીં એક પિતા પોતાના પુત્રને કેદીની જેમ સાંકળ બાંધીને જતો જોવા મળ્યો છે. આ દીકરાના હાથમાં મોટી સાંકળ બાંધેલી છે અને એના પર તાળું લાગેલું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આ મામલો સહરસા જિલ્લાના દિવારી ગામનો છે. અહીં રહેતા સુભાષ ચંદ્ર યાદવનો દીકરો સંપૂર્ણપણે નશાનો ભોગ બની ગયો હતો અને નશામાં લોકો સાથે મારામારી અને લડાઈ કરતો હતો. તેની આ આદત પરિવાર માટે માથાનો દુખાવો બની ગઈ હતી. તેની આ હરકતથી પરિવારજનો બહુ દુખી થઈ ગયા હતા અને તેને સાંકળ સાથે બાંધી રાખતા હતા. પીડિતા પિતાનું કહેવું છે કે તેનો દીકરો છેલ્લા એક વર્ષથી ખરાબ સંગતમાં હોવાથી નશાનો ભોગ બન્યો છે. 


પોતાના દીકરાને નશામાંથી મુક્તિ અપાવવા પિતા એનએમસીએચ (NMCH)ના નશા મુક્તિ કેન્દ્ર પહોંચ્યા હતા પણ રવિવાર હોવાના કારણે એની સારવાર શક્ય નહોતી. પિતા હવે દીકરાની નશાની આદત છોડાવવા માટે નશા મુક્તિ કેન્દ્રના ચક્કર લગાવી રહ્યા છે. તેમને આશા છે કે દીકરાનો યોગ્ય ઇલાજ થશે અને એ સામાન્ય જીવન જીવી શકશે. 


LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...