ભારતીય વાયુસેના પ્રમુખે મોદી સરકાર વિશે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?
ભારતીય વાયુસેનાના 87માં સ્થાપના દિવસ પર વાયુસેના પ્રમુખે મોદી સરકારના વખાણ કર્યા છે. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકનું કારણ સરકારે દેખાડેલી રાજનીતિક ઈચ્છાશક્તિ ગણાવી છે.
ગાઝિયાબાદ: ભારતીય વાયુસેનાના 87માં સ્થાપના દિવસ પર વાયુસેના પ્રમુખે મોદી સરકારના વખાણ કર્યા છે. વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ બાલાકોટ એરસ્ટ્રાઈકનું કારણ સરકારે દેખાડેલી રાજનીતિક ઈચ્છાશક્તિ ગણાવી છે. તેમણે કહ્યું કે મોદી સરકારના કારણે આતંકવાદ સામે લડવાની રીત બદલાઈ છે. વાયુસેના પ્રમુખે કહ્યું કે મોદી સરકારે આતંકવાદ સામે લડવાની રીત બદલી છે. રાજનીતિક ઈચ્છા શક્તિના કારણે બાલાકોટ એરસ્ટ્રાઈક શક્ય બની.
RSS વિજયાદશમી ઉત્સવ: સંઘ પ્રમુખે કહ્યું-'370 મુદ્દે વડાપ્રધાન અને ગૃહ મંત્રીનું કાર્ય પ્રશંસનીય'
અત્રે જણાવવાનું કે ભારતીય વાયુસેના આજે પોતાનો 87મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. વાયુસેના દિવસના અવસરે ગાઝિયાબાદ સ્થિત હિંડન એરબેસ પર વિશેષ કાર્યક્રમનું આયોજન થયુ છે. કાર્યક્રમ દરમિયાન વાયુસેનાના અનેક વરિષ્ઠ અધિકારીઓની સાથે અન્ય દેશના સૈન્ય અધિકારીઓ પણ આ રંગારંગ કાર્યક્રમના સાક્ષી બન્યા છે. ભારતીય વાયુસેનાના જાંબાજ જવાનો તાકાતનું પ્રદર્શન કરી રહ્યા
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...