નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મુસાફરો ખાસ કરીને રિસ્કવાળા દેશોથી આવતા લોકો માટે આજથી કડક નિયમો લાગૂ થયા છે. કોવિડ-19ના નવા સ્વરૂપ ઓમિક્રોન (Omicron) ના કારણે વધતી ચિંતાઓ વચ્ચે સતર્કતા વધારવામાં આવી છે. જો કે ભારતમાં ઓમિક્રોનનો હજુ સુધી એક પણ કેસ સામે આવ્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રએ રાજ્યોને આપ્યા નિર્દેશ
ઓમિક્રોનની દહેશત વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કહ્યું છે કે રિસ્કવાળા દેશોથી આવનારા મુસાફરોની પહેલા દિવસે આરટી-પીસીઆર તપાસ સુનિશ્ચિત કરવામાં આવે. આઠમા દિવસે ફરીથી તપાસ કરવાનું કહેવાયું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે રાજ્યોને જરાય ઢીલાશ ન વર્તવાનું અને બહારથી આવનારા મુસાફરોનું કડક નિગરાણી કરવાની સલાહ  આપી છે. નવા નિયમો મુજબ આરટી-પીસીઆર તપાસ જોખમવાળા દેશોથી આવતા મુસાફરો માટે જરૂરી છે અને તપાસનું રિઝલ્ટ આવે ત્યારબાદ જ એરપોર્ટથી બહાર નીકળવાની પરમિશન અપાશે. આ ઉપરાંત અન્ય દેશોથી આવતા મુસાફરોમાંથી પાંચ ટકાની કોવિડ-19 તપાસ કરવામાં આવશે. 


ઓમિક્રોન વેરિએન્ટ વિરુદ્ધ કેટલી અસરકારક છે COVISHILED... અદાર પૂનાવાલાએ આપ્યો જવાબ


ટ્રાન્ઝિટ ફ્લાઈટ બુક કરાવતા પહેલા આ ધ્યાન રાખો
આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સલાહ આપી છે કે જોખમવાળા દેશોથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો આરટી-પીસીઆર તપાસનું પરિણામ ન આવે ત્યાં સુધી એરપોર્ટ પર જ રાહ જોવા માટે તૈયાર રહે અને ત્યાંથી અન્ય સ્થળ માટે પહેલેથી ટ્રાન્ઝિટ ફ્લાઈટ બુક ન કરે. આ ઉપરાંત મંત્રાલયે રાજ્યોને પોઝિટિવ પરિણામને જીનોમ સીક્વેસિંગ માટે ઈન્સાકોગ પ્રયોગશાળા મોકલવા જણાવ્યું છે. 


Rajya Sabha: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ 19ના ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી


જીડીસીએ બહાર પાડ્યો લેટર
દિલ્હી સહિત દેશના અન્ય ભાગોમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટે નવા નિયમો લાગૂ કરવા માટે કમર કસી છે. ડીજીસીએ દ્વારા 29 નવેમ્બરની તારીખે બહાર પડાયેલા પત્રમાં કહેવાયું છે કે દરેક એરપોર્ટ પર જોખમવાળા દેશોથી આવતા મુસાફરો માટે એક અલગ સ્થાન નક્કી કરવામાં આવી શકે છે. જ્યાં તેઓ આરટી-પીસીઆર તપાસ પરિણામોની રાહ જોઈ શકશે. ત્યાં મુસાફરો માટે યોગ્ય સુવિધાઓ હોય. 


હાઈ રિસ્કવાળા દેશોથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 મુસાફરો કોરોના પોઝિટિવ
દક્ષિણ આફ્રિકા સહિત અન્ય હાઈ રિસ્કવાળા દેશોથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 મુસાફરો કોરોના વાયરસ સંક્રમિત મળ્યા છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ મુસાફરો દક્ષિણ આફ્રિકા અને અન્ય દેશોથી આવેલા છે જે મુંબઈ મહાનગર પાલિકા, કલ્યાણ-ડોમ્બિવલી, મીરા-ભાયંદર અને પુણે નગર નિગમ સીમાઓમાં મળ્યા છે. નાઈજીરિયાથી પહોંચેલા બે મુસાફરો પુણે નીજક પિંપરી-ચિંચવાડ નિગમ ક્ષેત્રમાં મળી આવ્યા છે. રાજ્ય સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યાં મુજબ તેમના સંપર્કમાં આવેલા લોકોની ભાળ મેળવવાની કવાયત ચાલુ છે. આ તમામ મુસાફરો જો કે તપાસમાં કોરોના સંક્રમિત મળ્યા છે પરંતુ તેઓ કાં તો લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube