Rajya Sabha: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ 19ના ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી

દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કોરોના વેરિએન્ટે સમગ્ર દુનિયામાં હડકંપ મચાવ્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ રાહતના સમાચાર આપ્યા.

Rajya Sabha: સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું- ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ 19ના ઓમિક્રોન વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી

નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા કોરોના (Corona)  વેરિએન્ટે સમગ્ર દુનિયામાં હડકંપ મચાવ્યો છે. આ બધા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા (Mansukh Mandaviya) એ રાહતના સમાચાર આપ્યા. તેમણે આજે રાજ્યસભામાં કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાનો નવા ઓમિક્રોન (Omicron) વેરિએન્ટનો એક પણ કેસ નોંધાયો નથી. 

ભારતમાં કોરોનાના નવા વેરિએન્ટનો એક પણ કેસ નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ આજે રાજ્યસભામાં કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના ઓમિક્રોન વેરિએન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. અત્રે જણાવવાનું કે આંધ્ર પ્રદેશના ભાજપના ટીજી વેંકટેશનો સવાલ હતો કે નવા વેરિએન્ટ ઓમિક્રોન અંગે સરકાર શું કરી રહી છે. જેના પર સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે ઓમિક્રોન વેરિએન્ટ અત્યાર સુધીમાં 14 દેશોમાં મળી આવ્યો છે. ભારતમાં હજુ તેનો કોઈ કેસ નથી આવ્યો. આ અંગે એક એડવાઈઝરી બહાર પાડવામાં આવી છે. જીનોમિંગ સીક્વેન્સિંગ કરાઈ રહ્યું છે. તેનાથી બચાવને લઈને નિયમોનું પાલન થઈ રહ્યું છે. તે અંગે તમામ તૈયારીઓ થઈ રહી છે. આપણી પાસે સંસાધનોની કમી નથી આથી આપણે કોઈ પણ સ્થિતિને પહોંચી વળી શકીએ છીએ. કેન્દ્ર સરકાર તરફથી કોવિડને પહોંચી વળવા માટે દરેક શક્ય પ્રયત્ન કરાઈ રહ્યા છે. 

(सोर्स: संसद टीवी) pic.twitter.com/7Xnx1P2jNB

— ANI_HindiNews (@AHindinews) November 30, 2021

ડેન્ગ્યૂ અને ટીબીની રસી પર કામ ચાલુ છે
સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાનું કહેવું છે કે ડેન્ગ્યૂ અને ટીબીની રસી પર કામ ચાલુ છે. એક્સપર્ટ ઓપિનિયમ બાદ જ રસી ઉપલબ્ધ કરાશે. દર વર્ષે ટીબીના 21-22 લાખ કેસ સામે આવે છે. તે માટે સરકાર કામ કરી રહી છે. કોવિડ દરમિયાન ટીબીના કેસ ઓછા સામે આવ્યા. પરંતુ અમે આમ છતાં પ્રયત્નો ચાલુ રાખ્યા છે. આ માટે રસી પર કામ ચાલુ છે. અમે નક્કી કર્યું છે કે ટીબીને દેશમાંથી બહાર કરવો છે. આ માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. બેસ્ટ પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. દવાઓ અપાઈ રહી છે. દર્દી કુપોષિત ન થાય તે માટે દર્દીને દર મહિને 500 રૂપિયા અપાઈ રહ્યા છે. 2-25 પહેલા ટીબીને ખતમ કરવાનો પ્રયત્ન છે. 

આ બાજુ ભાજપના સાંસદ રૂપા ગાંગુલીએ કહ્યું કે કોવિડ એપ અને આરોગ્ય સેતુની જેમ ટીબી માટે પણ એક એપ શરૂ કરવી જોઈએ. જેથી કરીને લોકોને ટીબી સંલગ્ન માહિતી ઉપલબ્ધ થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news