નવી દિલ્હી : રાષ્ટ્રીય હરિત સંસ્થાએ સોમવારે કહ્યું કે, પરાલી સળગાવવાની સમસ્યાનું લાંબા સમયથી સમાધાન શોધવાની જરૂર છે અને ચાર રાજ્યોનાં મુખ્ય સચિવોને નિર્દેશ આપ્યો કે તેઓ તેની સમક્ષ ઉપસ્થિત થઇને તેને રોકવાને તેની પદ્ધતી જણાવે. અધિકરણના અધ્યક્ષ ન્યાયમૂર્તિ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતા વાળી પીઠે કેન્દ્રીય કૃષી સચિવ અને પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને દિલ્હીનાં મુખ્ય સચિવોને નિર્દેશ આપ્યો કે પરાલી સળગતી અટકાવવાની પદ્ધતીઓ અને તેની રણનીતિ યોજના બનાવ્યા બાદ તે લોકો 15 નવેમ્બરે તેમની સમક્ષ ઉપસ્થિત રહે. હરિત પેનલે કહ્યું કે, તેઓ કેન્દ્ર સરકાર પાસે અપેક્ષા કરે છે કે આ મુદ્દા પર તે જ દિવસ અથવા કોઇ પણ દિવસ એક બેઠકમાં આયોજીત કરે. 
સરકાર 2014માં ભુંસાના મેનેજમેન્ટ પર રાષ્ટ્રીય નીતિ લાવ્યું.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અધિકરણે કહ્યું કે, સરકાર 2014માં પરાલીમાં પ્રબંધન અંગે રાષ્ટ્રીય નીતિ લાવી હતી. જેના હેઠળ ખેડૂતોને ભુંસુ સળગાવવા માટે કેટલાક મશીનો અને ઉપકરણોનાં માધ્યમથી કેટલીક સહાયતા આપવામાં આવતી. જો કે પગલા ઉઠાવવા જથા સમસ્યા હજી પણ યથાવત્ત છે. 

અમારી મંશા આલોચના કરવાની નથી
પીઠે કહ્યું કે, અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે અમારી મંશા કોઇ પણ રાજ્ય કે કેન્દ્ર સરકારનાં કામકાજની આલોચના કરવાની નથી. અમે ઉત્તરપ્રદેશ, પંજાબ, ગરિયાણા અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર દિલ્હીનાં હલફનામા તતા રિપોર્ટોનું તથા ભારત સરકારનાં કૃષિ  મંત્રાલયની રિપોર્ટનો અભ્યાસ કર્યો છે. 

પીઠે કહ્યું કે, તથ્ય છે કે સમસ્યાનું સંપુર્ણ સમાધાન નથી થયું અને તેમાં કોઇ જ શંકા નથી કે વાયુ ગુણવત્તાનું ખરાબ સ્તર નાગરિકોનાં સ્વાસ્થ અને જીવન પર સતત પ્રતિકુળ પ્રભાવ પાડી રહ્યું છે. એનજીટીએ કહ્યું કે, તેઓ વાયુ અધિનિયમ  1981 અથવા અન્ય સંબંધિત કાયદાઓ હેઠલ દંડાત્મક કાર્યવાહી કરવા અંગે વિચાર નથી કરી રહ્યા પરંતુ તેને તે સમજમાં નથી આવી રહ્યું કે આર્થિક લાભ સહીય યોગ્ય યોજનાઓ બનાવી તેને ક્રિયાન્વીત કેમ નથી કરવામાં આવી શકતી.