કોવેક્સીન અને કોવિશીલ્ડ વેક્સીનના મિક્સ ડોઝ કેટલા સુરક્ષિત છે? ICMR એ કર્યું રિસર્ચ
આઈસીએમઆરે કહ્યું કે રસીકરણ બાદ નિષ્ક્રિય વાયરસ ન માત્ર સુરક્ષિત હતો, પરંતુ સારી ઇમ્યુનોજેનેસિટી પણ હાસિલ થઈ છે.
નવી દિલ્હીઃ જો કોઈ વ્યક્તિએ પહેલા કોવેક્સીનનો ડોઝ લીધો છે અને બાદમાં તેને કોવિશીલ્ડનો ડોઝ લગાવવામાં આવે તો તેવામાં બંને વેક્સિનને મિક્સ કરી શું અસર થશે? આવા ઘણા સવાલ છે જેનો ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ એક સ્ટડીમાં જવાબ આપ્યો છે. આઈસીએમઆરની સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે એક એડિનોવાયરસ વેક્સિન પ્લેટફોર્મ-આધારિત વેક્સિન બાદ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય વાયરસ વેક્સિન કોમ્બિનેશનની સાથે વેક્સિનેશન ન માત્ર સુરક્ષિત હતી, પરંતુ તેનાથી સારી ઇમ્યુનોજેનેસિટી પણ હાસિલ થઈ છે.
એક્સપર્ટ પેનલે જુલાઈમાં કરી હતી ભલામણ
તેનાથી તે સાબિત થાય છે કે કોવિશીલ્ડ અને કોવેક્સીનના ડોઝ મિક્સ કરી લેવાથી કોરોના સંક્રમણ વિરુદ્ધ સારી સુરક્ષા મળી શકે છે. આઈસીએમઆર તરફથી વેક્સિનની મિક્સિંગ અને મેચિંગને લઈને આ સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડીના પરિણામ ખુબ સકારાત્મક જોવા મળી રહ્યાં છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની એક નિષ્ણાંત પેનલે જુલાઈમાં કોવેક્સિન અને કોવીશિલ્ડ રસીના મિક્સ ડોઝ પર એક અભ્યાસની ભલામણ કરી હતી.
દેશમાં સતત બીજા દિવસે 40 હજારથી ઓછા કેસ, 24 કલાકમાં 491 લોકોના મૃત્યુ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube