Covid-19: રાહતના સમાચાર...કોરોનાની ત્રીજી લહેરની બાળકો પર વધુ અસર નહીં પડે! જાણો કેમ
ત્રીજી લહેર વિશે હવે કઈક રાહતના સમાચાર આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે સંભવિત ત્રીજી લહેર બાળકો પર ગંભીર અસર કરે તેવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
નવી દિલ્હી: કોરોના (Coronavirus) ની બીજી લહેરથી રાહત વચ્ચે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે થોડા મહિનામાં જ ત્રીજી લહેર દેશમાં દસ્તક આપી શકે છે. જે બાળકો માટે જોખમી હોવાનું ગણાવાઈ રહ્યું હતું. આ સમાચાર બાદ લોકોમાં ત્રીજી લહેરને લઈને ગભરાહટ પણ ફેલાઈ ગયો કારણ કે બીજી લહેરે હજારો જિંદગી છીનવી લીધી અને મોતો આ સિલસિલો હજુ પણ ચાલુ છે. જો કે ત્રીજી લહેર વિશે હવે કઈક રાહતના સમાચાર આવ્યા છે. કહેવાઈ રહ્યું છે કે સંભવિત ત્રીજી લહેર બાળકો પર ગંભીર અસર કરે તેવા કોઈ નક્કર પુરાવા મળ્યા નથી.
ભારતીય બાળકોમાં બાકી બાળકો જેવા લક્ષણ
મેડિકલ સાયન્સ ફીલ્ડની પ્રતિષ્ઠિત મેગેઝીને પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે લેન્સેટ કોવિડ-19 કમીશન ઈન્ડિયા ટાસ્ક ફોર્સે ભારતીય બાળકોમાં કોવિડ-19 બીમારી અંગે અભ્યાસ કર્યો છે. સ્ટડીમાં ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત બાળકોમાં તે જ પ્રકારના લક્ષણો જોવા મળ્યા છે જેવા દુનિયાના અન્ય દેશોમાં જોવા મળ્યા છે. મોટાભાગના બાળકોમાં લક્ષણો નહતા, જ્યારે અનેક બાળકોમાં સંક્રમણના હળવા લક્ષણો જોવા મળ્યા હતા. કોરોના વાયરસથી સંક્રમિત થયા બાદ મોટાભાગના બાળકોમાં તાવ અને શ્વાસ સંબંધિત પરેશાનીઓ પણ જોવા મળી. આ ઉપરાંત ડાયેરિયા, ઉલ્ટી અને પેટમાં દુ:ખાવાની સમસ્યાઓ પણ બાળકોને થઈ હતી.
Corona Update: 24 કલાકમાં કોરોનાના નવા 80 હજારથી વધુ કેસ, આટલા લોકોએ જીવ ગુમાવ્યા
2600 બાળકોનો ડેટા ભેગો કર્યો
જો કે દેશમાં કોવિડ-19ની પહેલી અને બીજી લહેરમાં કેટલા બાળકો સંક્રમિત થયા, કેટલા હોસ્પિટલમાં દાખલ થયા તે મામલે રાષ્ટ્રીય સ્તરે આંકડા તૈયાર કરાયા નથી. આથી સ્ટડી માટે તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હી-એનસીઆર ક્ષેત્રની 10 હોસ્પિટલોમાં આ સમયગાળા દરમિયાન દાખલ થયેલા 10 વર્ષથી ઓછી ઉંમરના લગભગ 2500 બાળકોના ક્લિનિકલ ડેટાનું વિશ્લેષણ કરીને આ રિપોર્ટ તૈયાર કરાયો છે. જે મુજબ 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કોવિડ-19ના કારણે થનારો મૃત્યુદર 2.4 ટકા રહ્યો. આ બાળકોમાં 40 ટકા બાળકો કોઈને કોઈ ગંભીર બીમારીથી પીડિત હતા.
Sexual Health: સેક્સ માટે આ સમય છે એકદમ ઉત્તમ, તમારા પાર્ટનરને મળશે પૂરેપૂરો સંતોષ, જિંદગી બની જશે ખુશહાલ
9 ટકા બાળકોમાં જોવા મળ્યા ગંભીર લક્ષણો
લેન્સેટના રિપોર્ટ મુજબ મહામારીની બંને લહેરોમાં 10 વર્ષથી ઓછી ઉંમરના 9 ટકા બાળકોમાં બીમારીના ગંભીર લક્ષણો જોવા મળ્યા. આ સ્ટડીમાં એમ્સના બાળ રોગ વિશેષજ્ઞ ડો.શેફાલી ગુલાટી, ડો. સુશીલ કે કાબરા, અને ડો. રાકેશ લોઢાએ ભાગ લીધો. ડો.કાબરાએ કહ્યું કે 'મહામારીની ત્રીજી સંભવિત લહેરમાં સંક્રમિત થનારા 5 ટકાથી પણ ઓછા બાળકોને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડશે, જ્યારે મૃત્યુદર 2 ટકા સુધી રહી શકે છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube