નવી દિલ્હીઃ ભારતમાં પ્રચંડ ગરમીએ 50 વર્ષમાં 17,000 થી વધુ લોકોના જીવ લીધા છે. 1971થી 2019 વચ્ચે લૂ લાગવાની 706 ઘટનાઓ સામે આવી છે. આ જાણકારી દેશના સર્વોચ્ચ હવામાન વૈજ્ઞાનિકો દ્વારા પ્રકાશિત રિસર્ચ પેપરમાંથી મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રિસર્ચ પેપર પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ રાજીવને વૈજ્ઞાનિક કમલજીત રે, વૈજ્ઞાનિક એસએસ રે, વૈજ્ઞાનિક આર કે ગિરી અને વૈજ્ઞાનિક એપી ડીમરીએ આ વર્ષની શરૂઆતમાં લખ્યુ હતું. આ પત્રના મુખ્ય લેખત કમલજીત રે છે. 


આંધ્ર પ્રદેશ, તેલંગણા અને ઓડિશામાં થયા સૌથી વધુ મોત
લૂ અતિ પ્રતિકૂળ હવામાન ઘટનાઓ (ઈડબ્લ્યૂઈ) માંથી એક છે. અભ્યાસ પ્રમાણે 50 વર્ષ (1971-2019) માં ઈડબ્લ્યૂઈએ 1,41,308 લોકોના જીવ લીધા છે. તેમાંથી 17,362 લોકોના મોત લૂ લાગવાને કારણે થયા છે, જે કુલ નોંધાયેલા મોતના આંકડાના 12 ટકાથી વધુ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે લૂથી આંધ્ર પ્રદેશ, તેલંગણા અને ઓડિશામાં વધુ મોત થયા છે. 


ઉત્તર અને મધ્યારતમાં સામે આવ્યા લૂના વધુ મામલા
પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ અને તેલંગણા તે રાજ્યોમાં સામેલ છે જ્યાં ભીષણ લૂના મામલા સૌથી વધુ સામે આવે છે. 


આ પણ વાંચોઃ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં પિક પર પહોંચી શકે છે Corona ની ત્રીજી લહેર, વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી આશંકા


કેનેડામાં પડી રહી છે રેકોર્ડતોડ ગરમી
આ અભ્યાસ હાલના સપ્તાહમાં ઉત્તરી ગોળાર્ધમાં પડી રહેલી પ્રચંડ ગરમીને કારણે મહત્વ ધરાવે છે. આ સપ્તાહની શરૂઆતમાં કેનેડા અને અમેરિકામાં ભારે ગરમીને કારણે ઘણા લોકોના મોત થયા છે. કેનેડાના શહેર વૈંકૂવરમાં પારાએ તમામ રેકોર્ડ તોડી દીધા છે. અહીં તાપમાન 49 ડિગ્રી સેલ્સિયસથી વધી ગયું છે. 


ભારત પણ કરી રહ્યું છે ભીષણ ગરમીનો સામનો
ભારતમાં પણ ઉત્તરી મેદાનો અને પર્વતોમાં ભીષણ ગરમી પડી રહી છે અને લૂની ઘટના સામે આવી છે. મેદાની વિસ્તારમાં આ સપ્તાહની શરૂઆતમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. મેદાની વિસ્તારમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ થવા અને પર્વતી વિસ્તારમાં 30 ડિગ્રી સેલ્સિયસથી વધુ થવા પર કોઈ વિસ્તારમાં લૂની જાહેરાત કરવામાં આવે છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube