નવી દિલ્હીઃ ભારતીય નૌસેનાએ મહિલા અધિકારીઓને મહત્વપૂર્ણ તૈનાતી આપી છે. પ્રથમવાર હેલિકોપ્ટર સ્ટ્રીમમાં બે મહિલાઓને 'ઓબ્જર્વર્સ (એરબોર્ન ટેકનિશિયન) (first set of women airborne tacticians in India)'ના રૂપમાં પસંદ કરવામાં આવી છે. તેનાથી ફ્રંટલાઇન જંગી જહાજો પર મહિલાઓની તૈનાતીનો માર્ગ મોકળો બની ગયો છે. સબ લેફિટનેન્ટ કુમુદિની ત્યાગી (Sub Lieutenant Kumudini Tyagi) અને સબ લેફ્ટિનેન્ટ રીતિ સિંહને (SLt Riti Singh) આ સન્માન હાસિલ થશે. તેઓ ભારતની પ્રથમ મહિલા એરબોર્ન ટેકનિશિયન હશે જે જંગી જહાજોના ડેકથી કામ કરશે. નૌસેનાએ આ ઐતિહાસિક પહલા માટે 17 ઓફિસરોમાંથી બેને પસંદ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બધા 'નિરીક્ષકો'ને મળી છે ખાસ ટ્રેનિંગ
બંન્ને 'નિરીક્ષકો' એક ખાસ ટીમનો ભાગ હતા. તેમને એર નેવિગેશન, ફ્લાઇંગ પ્રોસીસર, હવાઈ યુદ્ધ દરમિયાન અજમાવાતી તરબીકો, એન્ટી-સબમરીન વાયફેયર સિવાય એવિયોનિક સિસ્ટમ્સની તાલીમ આપવામાં આવી છે. અત્યાર સુધી મહિલાઓની એન્ટ્રી ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ સુધી સીમિત હતી જે સમુદ્ર કિનારાની પાસે ટેકઓફ અને લેન્ટ કરતા હતા. 


17માંથી બે ઓફિસરોનું નામ ઈતિહાસમાં દાખલ
સબ લેફ્ટિનેન્ટ કુમુદિની ત્યાગી અને સબ લેફ્ટિનેન્ટ રીતિ સિંહે નેવીના 17 અધિકારીઓના એક ગ્રુપનો ભાગ છે. આ ગ્રુપમાં ચાર મહિલા અધિકારીઓ હતા. બધાને કોચ્ચિમાં આઈએનએસ ગરૂડ પર થયેલા સમારોહમાં ઓબ્ઝર્વર્સના રૂપાં ગ્રેજ્યુએટ થવા પર વિંગ્સથી સન્માનિત કરવામાં આવી હતી. 


UPમાં એરક્રાફ્ટ ક્રેશ, કાટમાળથી 2 KM દૂર ખેતરમાંથી મળ્યો પાયલટનો મૃતદેહ


રિયર એડમિરલે ગણાવી ઐતિહાસિક ક્ષણ
આ સમારોહમાં ચીફ સ્ટાફ ઓફિસર (ટ્રેનિંગ) રિયર એડમિરલ એન્ટની જોર્જે બધા ઓફિસરોને એવોર્ડ આપ્યો. તેમણે કહ્યું કે, આ સૌથી ખાસ ક્ષણ છે જ્યારે પ્રથમવાર મહિલાઓ હેલિકોપ્ટર ઓપરેશનમાં ટ્રેન્ડ થઈને જંગી જહાજો પર તૈનાત થવા જઈ રહી છે. 


એરફોર્સે બધી મહિલાઓને આપી મહત્વની જવાબદારી
નેવીના આ નિર્ણયની ખબર પણ તે દિવસે આવી, જ્યારે તે જાણવા મળ્યું કે વાયુસેનાએ પણ મોટુ પગલું ઉઠાવ્યું છે. રાફેલ લડાકૂ વિમાનોને ઉડાવવા માટે પણ એક મહિલા પાયલટની પસંદગી કરવામાં આવી છે. તે પાયલટ આ સમયે કન્વર્ઝન ટ્રેનિંગમાંથી પસાર થી રહી છે. તેઓ જલદી 17 સ્ક્વાડ્રનનો ભાગ બની જશે. કારગિલ યુદ્ધમાં પ્રથમવાર એરફોર્સે મહિલા પાયલટને એક્ટિવ ઓપરેશનનો ભાગ બનાવી હતી. વર્ષ 2016મા સરકારે મહિલાઓને ફાઇટર ફ્લાઇંગની મંજૂરી આપી હતી. ત્યારથી અત્યાર સુધી 10 મહિલા પાયલટને કમિશન આપવામાં આવ્યું છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube