સુબ્રમણ્યમ સ્વામીએ Sushant ની એમ્સ પોસ્ટમોર્ટમ રિપોર્ટને લઇને આપ્યું મોટું નિવેદન
ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું મોત, આત્મહત્યા હતી કે હત્યા, કારણ કે હોસ્પિટલની પાસે ક્યારેય તેમની લાશ ન હતી.
નવી દિલ્હી: ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામી (Subramanian Swamy) એ કહ્યું કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી ખબર ન પડી શકે કે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)નું મોત, આત્મહત્યા હતી કે હત્યા, કારણ કે હોસ્પિટલની પાસે ક્યારેય તેમની લાશ ન હતી. કેટલાક પોલીસ અધિકારી મીડિયાને એમ જણાવી રહ્યા છે કે એમ્સના રિપોર્ટથી ખબર પડશે કે સુશાંતનું મોત હત્યા હતી કે આત્મહત્યા. ત્યારબાદ તેમણે આ ટ્વિટ કર્યું.
આ નિર્ણય કેવી રીતે થશે કે આ હત્યા હતી કે આત્મહત્યા
તેમણે ટ્વિટ કરી કહ્યું કે 'થોડા પોલીસ અધિકારી મીડિયાને કહી રહ્યા છે કે એમ્સની પોસ્ટમોર્ટમ રિપોર્ટથી એ નિર્ણય થશે કે આ હત્યા હતી કે આત્મહત્યા. તે આમ શું કરી શકે છે, જ્યારે તેમની પાસે સુનંદા કેસની માફક જ એસએસઆરની લાશ નથી. એમ્સના રિપોર્ટ એ વાત જણાવી શકે છે કે કૂપર હોસ્પિટલના ડોક્ટરોએ શું કર્યું અને શું નહી.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube